________________
વ્યાખ્યાન ભાહિત્ય સંવાહ -ભાગ ૨ મિ. જ્યારે આપત્તિઓ આવવા માંડે છે ત્યારે હિતકારક પણ તેનું (આપત્તિનું) હેતુભૂત થઈ પડે છે. જેમકે વાછડાંને પોતાની માની જાંઘજ (ધાવતી વખતે) બંધનમાં સ્તંભ (ખીલે-મેખ) રૂપ થઈ પડે છે. ૩.
ઉત્તમ કેણ ગણાય? विपद्यपि सदा यस्य, सौमनस्यं स वन्यते ।
विपणीक्रीतमुत्फुल्लं, फुल्लं शिरसि धार्यते ॥ ४ ॥ વિપત્તિમાં પણ જેમનું ચિત્ત વિકિયા ન પામતાં સ્વસ્થ રહે છે તે જ સત્કારપાત્ર થઇને વંદાય છે. જેમ બજારમાં વેચાયેલું પુષ્પ જે વિકસિત (ખિલેલું) હોય છે તો તે શિરોધાર્ય થાય છે (માથે ચડાવાય છે) તેમ મહાત્માઓની બન્ને સમયમાં એક જ સ્થિતિ રહે છે. ૪.
સુખદુઃખમાં સમાન સ્થિતિ. उदेति सविता रक्तो, रक्त एवास्तमेति च । सम्पत्तौ च विपत्तौ च, महतामेकरूपता ॥ ५ ॥
- સૂરિમુવરી. સૂર્યનારાયણ ઉદય સમયે પણ લાલજ રહે છે અને અસ્તને સમયે પણ લાલજ રહે છે તેમજ સંપત્તિમાં અને વિપત્તિમાં જ્ઞાનીઓને એકજ રંગ હોય છે. ૫.
ઉત્તમ અને કનિષ્ટને વાર. पियदुःखे समुत्पन्ने, मृत्युमिच्छन्ति कातराः। विवेकिनः पुनर्धीराः, पुण्यं कुर्वन्ति भूरिशः ॥ ६ ॥
चित्रसेनपद्मावतीचरित्र. અધીર પુરૂષ ઈષ્ટવસ્તુના વિયોગના દુઃખથી ચકિત બની, વ્યગ્ર થઈ મૃત્યુની ઈચ્છા રાખે છે–મરવા ચાહે છે અને વિચારવંત જ્ઞાની પુરૂષે હૈયપૂર્વક દુઃખથી ન અકળાતાં ફરીને ખૂબ ધર્માચરણ કરે છે. ૬.
ચઢતી તથા પડતી બેઉ સખીઓ છે.
માર્યા (૭ થી ૨૦). जीअं मरणेणसमं, उपज्जइजुव्वर्णसहजराए । ऋद्धिविणाससहिआ, हरिसविताओनकायव्यो ॥ ७ ॥