________________
ધાખ્યાન સાહિત્યસ હતું– ભાગ ૨ ને. Hવેમ સાધનને શુભ ફળદાયી તરીકે ઉપયોગ કરે. જેમકે વિદ્યાને ઉપગ જ્ઞાનવૃદ્ધિમાં કર, લક્ષમીને ઉપગ દાન દેવામાં કરે અને શક્તિ મેળવીને દીનનું રક્ષણ કરવું એ સત્યરૂષનું કર્તાવ્ય છે. એવા સત્પષે પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ મેળવીને સમુદ્રની માફક ખળભળતા નથી એ બતાવી જ્ઞાનલબ્ધિ વિના સર્વ ઠેકાણે અજવાળું પડતું નથી તેથી હવે પછી જ્ઞાન અધિકાર લેવાની જરૂર ધારી આ ચઢતી-પડતી અધિકાર પૂર્ણ કર્યો છે. તે
-. જ્ઞાન-વિવાર.
--
॥ ज्ञानं च शक्तिः खलु मुक्तिभाजाम् ॥ છે જે કમભાગ ભગવે તે જ્ઞાનપૂર્વક જોગવવાની જરૂર છે કારણકે
sી શુભ કર્મના પરિણામરૂપે ઉત્પન્ન થયેલ સુખરૂપ ફળ ભેગવવાની વખતે વિચાર કરો કે કરેલ શુભ કર્મને અંત આવશે ત્યારે અશુભ કર્મના પરિણામરૂપે દુઃખરૂપ ફળ ભેગવવું પડશે તે સુખ ભગવતી વખતે જેમ હર્ષઘેલા ન થવું તેમ દુઃખમય અવસ્થામાં નિષ્ફળ બળાપે કરી ઉન્માદ દશામાં જવું નહિ એને સઘળે આધાર જ્ઞાનના ઉપર રહેલ છે.
જ્ઞાન શબ્દ જ્ઞા-અવરોધને (જાણવું) આ ધાતુ ઉપરથી ઉત્પન્ન થાય છે એટલે ટૂંકામાં એને અર્થ જાણવું એ થાય છે તે શું શું જાણવું? તે શંકા ઉપસ્થિત થાય છે, ત્યાં મુમુક્ષુ પુરૂષ કહે છે કે આત્મતત્ત્વ જાણવું જોઈએ અને તે આત્મજ્ઞાન થયા પછી જ મનુષ્ય પરમપદ (મેક્ષને) ને પામે છે. આ જ્ઞાનશબ્દ તત્ત્વજ્ઞાનની વિદ્યા સિવાય અન્ય સર્વ વિદ્યાઓમાં પણ લેક વ્યવહારમાં ઉપગી છે એટલે તે તે બાબત સમજવા માટે તે તે શાનું જ્ઞાન પણ અવશ્ય મેળવવું જોઈએ. આ અધિકારમાં ઉપર જણાવેલાં બન્ને જ્ઞાનનું યત્કિંચિત નિરૂપણ કરેલું છે એટલે જ્યાં જ્યાં ધન, સમૃદ્ધિ આપવાની જ્ઞાનની શક્તિ છે તે તે ઠેકાણે વધારે લૈકિક જ્ઞાનનું પ્રબલ જાણવું અને જ્યાં જ્યાં મોક્ષસુખને આપવાની શક્તિ જણાવી છે ત્યાં ત્યાં તત્ત્વજ્ઞાનનું પ્રાબલ્ય સમજવું એટલે બન્ને પ્રકારને જ્ઞાનની પ્રશંસા આ અધિકારમાં કરવામાં આવી છે એટલી બાબત પ્રવેશકેને જાણવાની જરૂર ધારી ટુંકમાં નિરૂપિત કરી છે.