________________
--
------
-
-
પરિચછેદ. જ્ઞાન-અધિકાર.
૪૯૧ મનુષ્યએ સદા અનેક જન્મોથી મેળવેલાં અને અત્યંત મજબૂતપણને પામેલાં મનુષ્યનાં કામે ઉગ્ર તપોથી પણ અહિં નાશ પામતાં નથી. પરંતુ જ્ઞાન તે ક્ષણ માત્રમાં તે (ક) ને નાશ કરી નાખે છે. ૧૩.
શાનતુલ્ય કોઈ પદાર્થ નથી.
રૂવઝા (૪ થી ૨૮). न ज्ञानतुल्यः किल कल्पवृक्षो, न ज्ञानतुल्या किल कामधेनुः । न ज्ञानतुल्यः किल कामकुम्भो, ज्ञानेन चिन्तामणिरप्यतुल्यः ॥१४॥
ખરેખર કલ્પવૃક્ષ પણ જ્ઞાનતુલ્ય નથી અને કામધેનુ (કામદુધા ગાય) પણ જ્ઞાનસમાન નથી, તેમ કામકુંભ (કામને એટલે ઈચ્છાઓને પૂર્ણ કરનાર એક જાતને મંત્રિત ઘડે) પણ જ્ઞાનતુલ્ય નથી અને ચિંતામણિ નામનો મણિ પણ જ્ઞાનની સમાન નથી. ૧૪. જે સુખ જ્ઞાની મનુષ્યને થાય છે તે સુખ એ૫અંશે
દેવતાઓને પણ થતું નથી. सौख्यं हि ये ज्ञानरसे निममाः, सर्वातिशायीह जना लभन्ते । वृन्दारका नैव तदेकदेशं, सत्यं समर्थाः प्रभवन्ति लब्धुम् ॥ १५॥ જ્ઞાનરૂપી રસમાં મગ્ન થયેલા જે મનુષ્ય અહિં લેકમાં સર્વોપરિ એવા જે સુખને પ્રાપ્ત થાય છે, તે સુખના એક દેશને સમર્થ એવા દેવતાઓ પણ ખરેખર પામવાને સમર્થ થઇ શકતા નથી. ૧૫.
જ્ઞાન ચાર પ્રકારના કષાયેનો નાશ કરે છે. क्रोधाग्निनिर्वापणवारिवाहो, मानोग्रदन्तावलकेसरीशः। मायातमीध्वंसनचण्डभानुानं हि लोभाम्बुधिकुम्भजातः ॥ १६ ॥
જ્ઞાન તે નક્કી ક્રોધરૂપી અગ્નિને શાંત કરવામાં મેઘતુલ્ય છે, માનરૂપી ઉગ્ર હાથીને હણવામાં કેસરી સિંહના સ્વામી (મહા કેસરી) તુલ્ય છે, માયા રૂપી રાત્રિનો નાશ કરવામાં પ્રચંડ સૂર્યરૂપ છે અને લેભરૂપી સમુદ્રનું શોષણ કરવામાં અગત્યનાષિતુલ્ય છે. ૧૬.
જ્ઞાનવિન મેક્ષ નથીજ. इच्छास्ति चेन्मुक्तिपदं प्रधातुमाराधनं ज्ञानपदस्य कुर्यात् । . ज्ञानं विना नैव कदापि मोक्षो, नानाप्रकारैरपि मोक्षमार्गः ॥ १७ ॥