________________
સા-અધિકાર
અકલિત જ્ઞાનરૂપી હરે. चौरादिदायादतनूजभूपैरहार्यमय सकलेऽपि लोके । धनं परेषां नयनरदृश्य, ज्ञानं नरा धन्यतमा वहन्ति ॥ ४३ ॥
જ્ઞાન ચાર વિગેરેથી ચોરી શકાતું નથી, તેમ ભાઈઓ તેમાં ભાગ ૫ડાવી શકતા નથી, તેમ પુત્ર વારસો મેળવવામાં તેની તકરાર લાવતા નથી અને રાજા દંડના કાર્યમાં તે જ્ઞાનરૂપી ધનનું ગ્રહણ કરી શકતા. નથી, એટલે ઉપરના લેકેથી જ્ઞાન કઈ રીતે લઈ શકાય તેમ નથી. વળી તે (જ્ઞાનરૂપી) ધન સમગ્ર જગતમાં પણ વખાણવાને ગ્યા છે (પૂજવા ચગ્ય છે) અને દુશમનનાં નેત્રોથી પણ તે ધન જોઈ શકાતું નથી ત્યારે હરણ તો ક્યાંથી જ થઈ શકે ? માટે ભાગ્યશાળી પુરૂષે જ જ્ઞાનરૂપી ધનનું ગ્રહણ કરે છે. ૪૩.
જ્ઞાન માનવાનું શું શું હિત કરતું નથી? तमो धुनीते कुरुते प्रकाशं, शमं विधत्ते विनिहन्ति कोपम् । .. तनोति धर्म विधुनोति पापं, ज्ञानं न कि किं कुरुते नराणाम् ॥ ४४ ॥
જ્ઞાન અંતઃકરણના (અજ્ઞાનરૂપી) અંધકારને નાશ કરે છે, ચિત્તમાં પ્રકાશ કરે છે, શાંતિ કરે છે, ગુસ્સાનો નાશ કરે છે, ધમને વિસ્તાર કરે છે તથા અધર્મને નાશ કરે છે. આમ જ્ઞાન મનુષ્યનું શું શું હિત કરી શકતું નથી? અર્થાત્ સર્વ પ્રકારનું હિત કરે છે. ૪૪.
ગાનથી સર્વ પાપને ક્ષય થાય છે. यथा यथा ज्ञानबलेन जीवो, जानाति तत्त्वं जिननाथदृष्टम् । तथा तथा धर्ममतिप्रसक्तः, प्रजायते पापविनाशशक्तः ॥ ४५ ॥
મનુષ્ય જેમ જેમ જ્ઞાનના બળથી શ્રીજિનેશ્વર ભગવાનથી જોવાયેલા (કહેવાયેલા) તત્ત્વને જાણે છે તેમ તેમ ધર્મવાળી બુદ્ધિમાં આસક્ત થઈ સર્વ પાપના વિનાશમાં શક્તિમાન થાય છે, એટલે પોતાના સમગ્ર મહાન પાપને નાશ કરી નાખે છે. ૪૫. જ્ઞાનરૂપ અંકુશવિના મનરૂપી હાથી નિયમમાં રાખી શકાતું નથી.
शक्यो विजेतुं न मनःकरीन्द्रो, गन्तुं प्रवृत्तः प्रविहाय मार्गम् । ज्ञानाकुशेनात्र विना मनुष्यविनाङ्कुशं मत्तमहाकरीव ॥ ४६॥