________________
નવમ
४८४
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. પૃથ્વીમાં કોણ ભાગ્યશાળી? તેનો નિર્ણય
વઝા (૨૫ થી ૩૦). ते श्राद्धवर्या भुवि भाग्यवन्तश्चित्तेष्विति ज्ञानयुता बभूवुः । शास्त्रस्य पाठः श्रवणं च लोके, प्रोक्ते जिनैः शासनदीप्तयेऽत्र ॥ २५ ॥
જેઓ ચિત્તમાં આ પ્રમાણે જ્ઞાનવાળા થયેલા છે, શાસ્ત્રનો અભ્યાસ કરે છે અને લેકમાં શ્રીજિનેશ્વર ભગવાને જેનશાસનને પ્રકાશ કરવા સારૂ કહેલા તુશાસ્ત્રમાં જેએનું શ્રવણ છે તે શ્રાવ પૃથ્વીમાં ભાગ્યશાળી છે. ૨૫.
શાસ્ત્ર (જ્ઞાન) નું રક્ષણ કણ કરે છે? તેની સમજુતી. શાત્રા નૈનાને દિ વાચનત, એ શ્રાવI શ્રાદ્ધપુળ પન્ના | सम्यक्त्वभूषापरिभूषिताङ्गाः, कुर्वन्ति ते शासनरक्षणं हि ॥ २६ ॥
શ્રદ્ધાના ગુણેથી યુક્ત એવા જે શ્રાવકો જિનધર્મસંબંધી શાસ્ત્રોને વાંચે છે અને જેનાં અંગો સમ્યકત્વરૂપી ભૂષણથી વિભૂષિત છે તે મહેશ નક્કી જિનશાસનનું રક્ષણ કરે છે. ૨૬.
જ્ઞાન તેજ ખરૂં શાંતિજનક છે. नानाप्रकारैः परितः पृथिव्यां, संसारतापैः परिवेदितानाम् । ज्ञानं जनानां सुखशान्तिहेतुर्धाराधरो धूर्यतरो धरायाम् ॥ २७ ॥
જેમ પૃથ્વીમાં મનુષ્યને સુખ શાંતિનું કારણ ધુરંધર મેઘ છે તેમ પૃથ્વીમાં ભિન્ન ભિન્ન પ્રકારના સંસારના તાપથી ચતરફ પીડાને પ્રાપ્ત થયેલાં મનુષ્યને સુખ તથા શાંતિનું કારણ જ્ઞાન છે. ૨૭.
જ્ઞાનપ્રભાવ. ज्ञानं भवारण्यदवानलाभ, मुक्त्यङ्गनाकोमलपाणिलाभम् । क्रोधोग्रमायाजलदानिलाभ, कर्मोग्रवः शमने जलाभम् ॥ २८ ॥
જ્ઞાન તે સંસારરૂપી વનને બાળવામાં દાવાનલતુલ્ય છે અને મુક્તિરૂપી સ્ત્રીના કોમળ હસ્ત (હાથ) ના લાભને આપનાર છે. તેમ ક્રોધ, ઉગ્ર એવી માયા તેરૂપી વર્ષાદને પવનતુલ્ય છે અર્થાત્ પવન જેમ વર્ષાદન સમૂહને ક્ષણ માત્રમાં દૂર ફેંકી દે છે તેવી રીતે કોઇ વિગેરેને દુર ફેંકનાર છે તથા કુકર્મો