________________
પરિ છે,
શાનઅધિકાર
વિદ્વાન પુરૂષે પૃથ્વીમાં જ્ઞાનના સ્વાદને પામીને અન્ય રસને ઇચ્છતા નથી. કારણકે હસે નક્કી મુક્તા (મોતી) ની માળાને પામીને બીજા ખાવાના પદાર્થને કઈ પણ દિવસ ઈછતા નથી. ૬. જ્ઞાનને ગુમાવવું એ કંગાલે લક્ષમીને તિરસ્કાર કર્યા બરાબર છે. लब्ध्वा हि मानुष्यभवं जना ये, जानन्ति न ज्ञानकलां कदापि । तेषामशेषा गदिता जिनेशैर्व्यर्थाः कलाः पापपुषः परा हि ॥ ७ ॥
જે પ્રાણીઓ નક્કી મનુષ્ય જન્મને પામીને કોઈ પણ દિવસ જ્ઞાનની કળાને જાણતા નથી તેની બીજી તમામ (વ્યાપારાદિ) કળાઓ શ્રીજિનેશ્વર ભગવાને વ્યર્થ કહેલી છે. કારણકે તે કળાએ નક્કી પાપ કરીને પેટના પિષણ માત્રજ કાર્યને કરવાવાળી છે, માટે પુનર્જન્મમાં તેને કોઈ શુભ લાભ નથી પણ સામી દુખદ છે. ૭. અમૃતકરતાં જ્ઞાનની શ્રેષ્ઠતા બતાવે છે.
उपजाति. ज्ञानं जनानामपवर्गमार्गे, पाथेयरूपं गदितं जिनेशैः । भुक्तवैकवेलं तदपीह भव्या, न वै सुधाक्षामशरीरभाजः॥८॥
શ્રીજિનેશ્વર ભગવાને જ્ઞાનને મોક્ષ માર્ગમાં મનુષ્યના ભાતારૂપ કહ્યું છે, તેથી જ્ઞાનરૂપી ભાતાનું એક વખત ભેજન કરનારા જીવે ભવ્ય બની જાય છે પરંતુ (અમૃત) થી પુષ્ટ શરીરવાળા દેવે ભવ્ય બની શક્તા નથી. ૮.
જ્ઞાનનું બળ જણાવે છે.
૩પનાતિ. ज्ञानं च संसारसमुद्रतीरं, कषायदावानलदाहनीरम् । मोहारिसंहारसमीकवीरं, मायापिशाचीहनने सुधीरम् ॥ ९॥
જ્ઞાન તે સંસાર સમુદ્રના તીરરૂપ છે અને ચાર પ્રકારનાં (ક્રોધ, માન, માયા અને મેહરૂપી) કષાયરૂપ દાવાનળ (અગ્નિ) ને ઠારવામાં પાણરૂપ છે, એટલે કષાયરૂપી મેલને નાશ કરનાર છે અને મેહ (અજ્ઞાન) રૂપી શત્રુને સંહાર કરવામાં રણસંગ્રામના વીર પુરૂષતુલ્ય છે તેમ માયારૂપી રાક્ષસીને હણવામાં મહાન ધીર પુરૂષતુલ્ય છે. ૯.