________________
ક૫૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ હોય છે. વળી પારાધી તે એકદમ પ્રાણ લે છે અને કન્યાવિક્રય કરનાર તે તેને રીબાવી રીબાવી મારે છે. પ્રિય સ્વામીનાથ! આવા હડહડતા અધમ રીવાજથી આજકાલ સંખ્યાબંધ નિર્દોષ બાળાઓ વૈધવ્ય દશાનાં દારૂણ દુઃખની ભક્તા બને છે અને તેથી યુવાવસ્થાના પ્રબળ વેગને નહિ રોકી શકવાથી સ્વછંદી અને દુરાચારી બને છે. કેટલીક તે શરમને સમુદ્રમાં ફેંકી દઈ નાતજાતમાંથી પણું ફીટી જાય છે અને કેટલીક જ્ઞાતિમાં રહી લોકોના ભયથી ગર્ભપાત પણ કરે છે તથા કેટલીક તે વિધવા થયા પહેલાં બુઢા પતિના બળાપાને લઈ બિચારી કમતે મરે છે. આ સર્વનું મુખ્ય કારણ આપણે તપાસીશું તે તેના સ્વાથી માબાપ તેિજ છે. આવી ક્રૂર અને રાક્ષસી વૃત્તિવાળા મનુષ્ય પ્રથમ તે અત્યાનંદમાં મહાલે છે. પરન્તુ પાછળથી વિપરીત પરિણામને લઈ કહે છે કે “ભાઈ શું કરીએ કર્મમાં હતું તેમ થયું.” પરંતુ એવા અક્કલના ઓથમીર બબુચકે એટલું પણ સમજતા નથી કે એક અફીણ તથા ઝેરને પ્યાલો પીને સુઈ જઈએ યાતે જબરો પથરે ગળે વળગાડી કુવામાં ભુસકો મારીએ તે તેનું પરિણામ મેતજ આવે. તેમજ બાર વર્ષની બાલિકાને સાઠ વર્ષના ડેટા સાથે પરણાવી પછી સારી વાટ જેવી શા કામની? માટે વ્હાલા! આપ આપની પુત્રી પર એવું ઘાતકીપણું ગુજારશે નહિ. કસાઈઓ ઢેરને કાપે છે એ ઘાતકીપણું ખરું. પરંતુ એકવાર કાપવા કરતાં હમેશને માટે પિતાની કન્યાને ભઠ્ઠીમાં નાખવી એ વધારે ઘાતકીપણું છે. કપણશા–ત્યારે શું શાસ્ત્રકારોએ આવી જાતના કન્યાવિક્ય અને વૃદ્ધવિવાહને
નિષેધ કરેલ છે? કાન્તા-જી હા. કહ્યું છે કે –
જ્ઞાત્તિ વિ ઝાલા, વાજાં સાનિત !
स्वेच्छं धनविहारस्तु, आसुरो धर्म उच्यते ॥ જે નાતિલા પાસેથી ઈચ્છાનુસાર દ્રવ્ય લઈ બીજાને દીકરી દે અને ઈચ્છા પ્રમાણે ધન પિતાના ઉપયોગમાં લે તે કન્યાવિકા અને આસુરી વિવાહ કહેવાય છે. શ્રીમનુ મહારાજ આવા વિવાહને નિષેધ કરતાં કહે છે કે
"क्रयक्रीता च या कन्या, पत्नी सा न विधीयते" જે પૈસા આપી વેચાતી લીધી છે તે વિધિપૂર્વક સ્ત્રી ગણાયજ નહિ. ખરેખર પ્રિયપતિ! “દીકરીને ગાય દોરે ત્યાં જાય.” તે પ્રમાણે મનોરમાને જ્યાં દેશું ત્યાં તે બિચારી જશે. તેનું આપણી પાસે જેર નથી. પણ આપણે વાડરૂપ બની વેલાનું રક્ષણ કરવાની બદલીમાં ભક્ષણ કરવું એ કદી પણ યોગ્ય ગણી શકાય જ નહિ. એક ગાય ખરીદતાં તેને મેઢામાં કેટલા દાંત છે, તે