________________
૩૯૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે.
નવમ કાંચન કામિની ત્યાગીને બીજાએ આપેલું ધનપણ દુઃખરૂપ થાય છે અને બીજાને (મૂળથીજ ગરિબી ભગવનારાઓ)ને દ્રવ્ય હર્ષ ઉપજાવે છે. જેમ ચંદનના રસનું બિંદુ આંખની અંદર પડ્યું હોય તે દુઃખ કરે છે અને તેજ શરીરમાં બીજી જગમાં લાગવાથી આનંદ ઉપજાવે છે. ૧૬.
લક્ષ્મીનો અન્યાય,
शार्दूलविक्रीडित. हन्तुबुन्धुजनान्धनार्थमनघान् गन्तुः परस्त्रीशतं,
रन्तुर्जन्तुविहिंसकैः सह जनैः सन्तुष्यतो वञ्चनैः । वक्तस्तीक्ष्णमयुक्तमेव वचनं पतुर्मितं चौदनं, नित्यं नृत्यसि मन्दिरेषु कमले कत्यं तवैतन्मतम् ॥ १७ ॥
કુમાષિતરત્રમા દાર. અરે લક્રમી! આને તીરે કે ન્યાય (મત) કે જેઓ દ્રવ્યને માટે નિરપરાધી બંધુજનને મારનારા, સેંકડે પરસ્ત્રી સાથે ગમન કરનાર (વ્યભિચારીઓ), જીવહિંસા કરનારાઓની સાથે રમનારા, છેતરવાથી જ સંતોષ માનનારા, અગ્ય, કડવાં અને તીખાં (લકોને દુ:ખજનક) વચન બેલનાર તથા ડું રાંધનારા (પેટભરા) છે તેમનાં ઘરમાં સદા તું નૃત્ય કરી રહી છે. આ ક્યાંને મત?
આથી આટલું જ જાણવાનું કે લક્ષ્મી અન્યાયી તથા પાપને ત્યાં વિશેષતઃ વાસ કરતી જણાવાથી સત્પરૂએ તેમની ઉપેક્ષા કરેલી છે પણ તેવા લક્ષમીવાળાઓ પાપાનુબંધિ પુણ્યને ભોગવી મત્ત થયેલ બે કડા દર્શને અનંતમરણને પ્રાપ્ત થાય છે. આ ભાવ સમજવાનું છે. ૧૭..
પાકેલ ઈંદ્રવારણનું ફળ, જેમ દેખીતું રમણીય છે પણ તે સ્વાદમાં કડવું છે તેમ ધન દેખીતું મને ડર પણ જો તેમાં લાલુપતા રહી જાય છે તે મોક્ષગામી રસ્તામાં વિઘ કરનાર છે. તેથી તે દષ્ટિએ એ ધન દોષિત છે માટે ધનઉપર વધારે અસક્તિ નહિ રાખવાની ભલામણ કરવામાં આવે છે. .
કદાચ કઈને શંકા ઉદ્દભવે કે ત્યારે શું દરિદ્ર રહેવું? ના એમ કહેવાનું તાત્પર્ય નથી. જોઈતું દ્રવ્ય મેળવવું પછી તે ધનને સદ્વ્યય કરી પિતાનું અંતઃકરણ ભકિતરસ્તે વાળવું એમ કહેવાને તાત્પર્ય છે. દરિદ્ર મનુષ્યની ઘણીજ કઢંગી રિથતિ જોવામાં આવે છે તે બતાવવા આ અધિકાર પૂર્ણ કરી તેની તરફ પણ ધ્યાન ખેંચીએ છીએ.
ઝાલ