________________
४२० વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ–ભાગ ૨ જે.
નવમ. એકવખતે અકબર બાદશાહે બીરબલને પુછયું કે “બીરબલ દુનીઆમાં જે નાગ કહેવાય છે તે કેવા પ્રકારને નાગો સમજ. કેમકે કપડાં પહેરે છે છતાં તે નાગ કહેવાય છે, તે નામે હજુ મારા જેવામાં આવ્યું નથી તેથી જેવા ચાહું છું” બીરબલે કહ્યું “નામદાર! આપની ઈચ્છા છે તે, હું ગમે ત્યાંથી ખરેખર નાગ ખેલી લાશ, પરંતુ થોડા વખત લાગશે.” બાદશાહે કહ્યું કે તેની કોઈ ચિંતા નહિ.' ત્યારપછી બીરબલે નાગાને શિરોમણિ એક “લાલ” હતો, તેને બેલાવી ખાનગીમાં કહ્યું કે, હાલમાં મારા સાંભળવામાં આવ્યું છે કે, કાંઈ પૈસેટકેથી તમે જરા તંગ હાલતમાં છે માટે કહું છું કે, તમારે કઈ વાતે મુંઝવું નહિ અને જરૂર હોય તે, કાલે દરબારમાં બાર વાગે આવવું, જેથી બસે-પાંચસે રૂપિયા અપાવીશ, તેથી કેટલેક વખત ટેટુ ચાલશે પછી પ્રભુ ઘણેજ દયાળ છે. આ પ્રકારનું બેલવું સાંભળી નરેંદ્રલાલે કહ્યું કે “આપ સાહેબ અમારા જેવાની સંભાળ લેતા આવ્યા છે, એટલે વિષમ વખતે બાજી સુધારી લેવા આપ કાળજી ધરા એમાં શું આશ્ચર્ય જેવું છે? જ્યાં સુધી અમારા જેવા લાલ લેકેની પાસે નાણું હોય ત્યાંસુધી તે. નવલશાહ હીરજીના દીકરા પણ જ્યારે ખીસ્સાં ખાલી, ત્યારે તે હાલીવાલી જેવા બની ટકાના ત્રેપન શેર થઈ રખડીએ. મળ્યા તે મીર ન મળ્યા તે કકીર અને યુવા પછી તે પીર થનારા એમજ છીએ, તે
છીએ, તે માત્ર તમને અને શીષ દઈશું કે ભગવત તમેને સલામત તંદુરસ્ત રાખે! બીજું તો અમે આપીએ કરીએ તેવા શું છીએ. વારૂ હવે હું રજા લઉછું અને કાલે કચેરીમાં જરૂર આવીશ. એમ કહી લાલસાહેબ રખડપટ્ટી ડીપાર્ટમેન્ટમાં પધાર્યા.
બીજે દિવસે બીરબલ કચેરીમાં બેઠે હતું તે વખતે સંકેત પ્રમાણે - લેવાની વખતે સાચે વાયદો સાચવનાર લાલ આવી પહોંચ્યા અને શાહને બીરબલે ખાનગીમાં અરજ કરી કે “આ બિચારે હાલ પૈસા તરફથી તંગ હાલતમાં છે. જેથી આપ નામદાર પાસે આવેલ છે માટે ગરીબ અવસ્થામાં આવેલ પિતાની પ્રજાને સહાયતા આપી હાલત સુધારવી જેઇએ. આવું બીરબલનું બેલવું સાંભળી શાહે કહ્યું કે ભલે જ એમ હોય છે, જે રકમ એને જોઈતી હોય તે આપવા ખજાનચીને હુકમ લખી આપે. પછી નગેંદ્રલાલને લાવી ખાનગીમાં પુછ્યું કે કેટલા રૂપિઆની હાલ જરૂર છે? લાલે કહ્યું કે માત્ર પાંચશેની જરૂર છે અને તે એક માસની અંદર પાછા આપી દઈશ. તદનંતર ખજાનચી ઉપર હુકમ લખી પાંચસે રૂપીઆ અપાવ્યા. માસ થયે બે માસ થયા, પણ લાલ સાહેબ તે લમણે વાળેજ શાના ! છેવટે સીપાઈ મેકલી લાલને બોલાવી રૂપિયાની ઉઘરાણું કરી એટલે લાલે જવાબ આપે કે માફ કરજે, મારાથી મુદતસર
૧ બીરબલ બાદશાહ,