________________
વ્યાખ્યાન સાહિત્યસંબહે--ભાગ .
બમ '
કઈ રાજા પોતાના પ્રધાનને કહે છે, કે મ્હારા નગરમાં કેટલાક નિર્ધન છે, કેટલાએક ધનવાન છે, તેમજ કેટલાએક નાનાં નાનાં ઘર છે અને કેટલાંએક મોટાં ઘરે છે, તેને લીધે નગર શોભતું નથી માટે સઘળા લખેશ્વરી ધનવાન અને ચાર ચાર પાંચ પાંચ મજલાના સરખા ઘરવાળાને રાખીયે અને સામાન્ય નિધન લોકોને કાઢી મેલીએ તો નગર શેભે. એવું રાજનું કહેવું સાંભળી સુબુદ્ધિમાન એવે પ્રધાન બે કે હે રાજન ! એમ કરવાથી તમારા નગરમાં માત્ર પાંચ સાત ઘર રહેશે. નગર આખું શુન્ય થઈ જશે. માટે એમ ન કરે, આ વાતથી રાજા સમયે અને પ્રધાનને કહ્યું કે જેમ છે તેમજ રહેવા દ્યો.
આ દષ્ટાંતથી એ પણ સમજવાનું છે કે સર્વ સાધુ જ્ઞાન તથા ક્રિયામાં સરખા હોતા નથી માટે તેની તરફ કંટાળો નહિ કરતાં ધમને વિષે મન સ્થિર રાખી ધર્માચરણ કરવું
नगरे सदृशाः सर्वे, भवन्ति धनिनो नहि । गच्छेऽपि साधवो ज्ञानक्रियाभ्यां सदृशा नहि ॥
વસુ વિના નર પશુ. निःस्वं सोदरकं निरीक्ष्य भगिनी भ्राता न मे सूपकृत् ,
श्रुखाऽपद्यतुलं धनं जनपदे लाखा गतस्तद्गृहे । स्थाल्यां मुञ्चति खादिमं वदति स स्वाभूषणान्यत्थ भो, किं भ्रान्तो वदसीति येषु सुकृतस्तेषामहं पूर्वगः ॥ २० ॥
जैनकथारत्नकोष-भाग पञ्चम-दृष्टान्तशतक. કઈ નિધન મનુષ્ય પોતાની બેનને ત્યાં મળવા ગયે તેને જોઈ બેન શરમાઈને બીજાઓને કહેવા લાગી કે એ મારે ભાઈ નથી પણ મારા બાપને ત્યાં ચૂલે ફૂંકનાર રોયે છે, વિપત્તિમાં આવા હૃદયભેદક બેનના શબ્દો સાંભળી તે ભાઈ ધન કમાવા પરદેશ ચાલ્યા ગયે, ઘણું દ્રવ્ય કમાઈ ફરી તે બેનને ત્યાં મેમાન થયે તે વખતે ભાઇને ધનવાન જાણું માનપૂર્વક ઘણેજ સત્કાર કર્યો અને ભેજન સમયે સુંદર થાળમાં વિવિધ પ્રકારનાં પકવાને પરણ્યાં. ભાઈને અગાઉનું વૃત્તાંત યાદ આવ્યું તેથી પોતાના શરીરઉપર જેટલાં ઘરેણાં પહેર્યા હતાં ને ઉતારીને ભજનના થાળમાં મેલ્યાં ને બેન સાંભળતાં આભૂપણને કીધું કે હું આભૂષણે! તમે આ ભેજન જમે. આવા શબ્દ બહેને સાંભળ્યા અને તે કહેવા લાગી કે ભાઈ! તું કાંઈ ગડે છે કે આમ બેલે