________________
પરિઝન
સ્વાથ ત્યાગ—અધિકાર.
૪૬૯
( ઘાંચી દીધા ) વિના બીજે માગ નથી. પરંતુ એમ કરવું એ હાથને હિતકારક થશે કે? એ માર્ગે હાથને ઈષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થશે કે ? તે એકલેાજ એવા તા લ^ થશે કે શરીરના બીજા ભાગ તેની અદેખાઇ કરશે. તે હાથે એકાદ ડાંસ, મધમાખી અથવા સર્પ કરડવાથી હાથ ખૂમ જાડા થશે. ફુંક્ત એજ માગે હાથની સ્વાર્થી વૃત્તિ પૂર્ણ વિજય પામશે અને એવીજ રીતે હાથનું સ્વાર્થી તત્ત્વજ્ઞાન સિદ્ધિ પામશે. પરંતુ તે કેટલું અનિષ્ટ છે? એવી તૃપ્તિ અથવા એવી જાતને વિજય આપણે જોઇતા નથી. સૂજી જઇને જાડું ગણાવું એ કાણુ સારૂં કહી શકે? તે પ્રમાણે એ પણ ધ્યાનમાં રાખશે કે આ જગત્ એક શરીર છે અને તમારાં શરીર તે દાંત, નખ કે આંગળીની પેઠે તેના નાના અવયવેા છે, માટે ઉત્કની ઇચ્છા હાય તા આપણા આત્મા વિશ્વના આત્માથી જૂદો છે, એમ કદી માનશે નહિ. હાથને પેાતાના ઉત્કર્ષ કરવા હાય તેા શરીરના ઉત્કમાંજ પેાતાને ઉત્કૃષ્ટ સમાએલે છે, આખુ શરીર અને હાથ ભિન્ન નથી, એ તેને સમજાવું જોઇએ.
આપણે આપણી છાયા પકડવાને તેની પાછળ દોડીએ છીએ તે તે કદી હાથ લાગતી નથી, તે સદા આગળને આગળજ રહેછે; પરંતુ જો તે છાયા તરફ પીઠ કરીને સૂર્ય તરફ આપણે ઢાડીએ તેા તેજ છાયા પાળેલા કૂતરાની પેઠે પાછળ પાછળ દોડી આવેછે. તેવીજ રીતે એ માદ્ય પદાર્થો પાછળ તમે દોડતાંજ અને તેમને પકડીને તમારી પાસે રાખવાને પ્રયત્ન કરતાંજ, તે તમારી પાસેથી સટકી જાયછે અને દૂર દોડી જાયછે. તમે ગમે તેટલા પાછળ દાડા તાપણુ છાયાની પેઠે તે આગળ ને આગળજ રહેછે, પરંતુ તેની તરફ પીઠ કરી સર્વ પ્રકાશના પ્રકાશ જે અંતરાત્મા, તેની તરફ્ જવા લાગશે કે તરતજ તે તમારી પાછળ પાછળ તમને શેાધતા આવશે. સૃષ્ટિના એ કાયદાજ છે.
ખરા સ્વાથ એ સાન્ધ્યા કહેવાય કે પરાપકાર કરીને અન્ય જીવાને શાંતિ આપવી. કારણકે કાગડા કૂતરાની પેઠે પેટ ભરવું તથા નાશવંત સ સારી પાદાર્થોમાં આસક્ત રહેવું એ સ્વાર્થ સાધ્યા ન કહેવાય. તેથી મહાત્મા પુરૂષ! સદા વાના કલ્યાણમાંજ તત્પર રહેછે એજ સ્વાર્થ સાધ્યું કહેવાય એ સમજાવી વ્યવહારમાં નિરૂપયેગી નહિ રહેવું એ અપેક્ષા ઉત્પન્ન થાયછે તા તે અધિકાર લેવા આ સ્વાત્યાગ અધિકારને નહિ લખાવતાં તેની વિરતિ કરી છે.