________________
+n
++++++
પરિછેદ,
પરિગ્રહત્યાગગુણ-અધિકાર જ કરવું છે શાશ્રવણવિના પરિગ્રહને ત્યાગ થતું નથી તેથી
શાસ્ત્રની શ્રેષ્ઠતા વર્ણવી છે.
અનુસુ (૧ થી ૫). अज्ञानाहिमामन्त्रं, स्वाच्छन्यज्वरलजनम् । धर्मारामसुधाकुल्यां, शास्त्रमाहुमहर्षयः ॥ १ ॥
જ્ઞાનસાર (અશ). શબ્દાર્થ–મહર્ષિએ કહે છે કે શાસ્ત્ર છે તે અજ્ઞાનરૂપી સપને મહામંત્રી છે, સ્વેચ્છાચારી તાવને લાંઘણરૂપ છે અને ધર્મરૂપી બગીચાને વિષે સુધાનું ઝરણ છે.
વિવેચન-જ્ઞાનાદિ ગુણએ કરી જે યુક્ત છે એવા છષિઓ, અનુચ્છેય જ્ઞાપક શાસ્ત્રના કરનારા આચાર્યો, અજ્ઞાનરૂપી સપ–શુદ્ધ શ્રદ્ધાનો નાશ કરીને મહા મૂછ ઉત્પન્ન કરનાર–તેનાથી ઉત્પન્ન થયેલ કુવાસનારૂપી વિષવેગને ઉતારવાને માટે પૂવોક્ત શાસ્ત્રને મહામંત્ર કહે છે. તથા સ્વછંદતા એટલે નિજ ઈચ્છાકારિપણું તે રૂપી જવર તેને નાશ કરવાને લાંઘણરૂપ કહે છે, ધર્મ એટલે નિજ સ્વભાવ અને મેક્ષના ઉપાયનું સેવવું તે આરામ-બગીચે, તેને વિષે અમૃતનું ઝરણુ– નીક છે એમ કહે છે. ૧.
મેક્ષ મેળવવાની સડક. यदा सर्वम्परित्यज्य, निःसङ्गो निःपरिग्रहः । निश्चिन्तश्चाचरेद्धम, ब्रह्म सम्पनते तदा ॥२॥
પુરા. જયારે તમામ છોડીને નિઃસંગ, પરિગ્રસ્તુરહિત, ચિંતા વગર ધર્મનું આચરણ કરે ત્યારે બ્રહ્મ (મેક્ષ) ને પામે છે. ૨.
મનુષ્યને બાંધનાર દશ પરિગ્રહ क्षेत्रं वास्तु धनं धान्यं, कुप्यं शयनमासनम् ।
द्विपदः पशवो भाण्डा, बाह्या दश परिग्रहाः ॥३॥ ખેતર વાડી, વાસ્તુ (ઘર), ધન, ધાન્ય, કુષ (ત્રાંબા વિગેરેનું નાણું), શયન, આસન, મનુષ્ય, પશુઓ અને વાસણે એ દશ બહારના પરિ ગ્રહે છે. ૩.