________________
A
+
લક્ષ્મસ્વભાવ-અધિકારે. પણ પુરૂષને ત્યાં સ્થિરપણાથી દેખાતું નથી તે અરે! હુરા ચંચળ ચિત્ત! ખરાબ એવું તે ધન હારા પાસેથી ભલે પલાયન કરી જાય. ૧૧. સુગંધી વાળો, જાઈ, કેળ અને આંબાની લતાની ઉપમાથી અનુક્રમે ચઢીઆતી રીતે ચાર પ્રકારથી લક્ષ્મીના
સ્વભાવનું વર્ણન. काचिद्वालुकवन्महीतलगता मूलच्छिदाकारणं,
द्रव्योपार्जनपुष्पिताऽपि विफला काचित्तु जातिप्रभा । काचिच्छीः कदलीव भोगसुभगा सत्पुण्यबीजच्युता, सर्वाङ्ग सुभगा रसाललतिकावत्पुण्यबीजाश्चिता ॥ १२ ॥
ભૂમુિવિન્ટ. કેઈક લમી (ધન) સુગંધયુક્તવાળાની માફક પૃથ્વીતળમાંજ રહે છે અર્થાત્ દટાઈ રહે છે અને તેને સદુપયોગ થતું નથી એટલે તેમાં તેના મૂળરૂપ પુણ્ય કપાઈ જાય છે અને કેઈ બીજી લક્ષમી ધનના ઉપાર્જન (મેળવવા) થી પુણ્યયુક્ત થયેલ છે તે પણ જાઈ (ચમેલી વિગેરે ફુલઝાડ) ની માફક ફળરહિત જ રહે છે એટલે જે કમાઈને એકત્ર કરાય છે પણ તેનું કશું ફળ, દાન ઉપભેગાદિ કરાતું નથી તેથી જાઈના વૃક્ષ જેવી લક્ષ્મી છે અને કેઇક લક્ષ્મી કેળ જેવી છે એટલે કેળ સુંદર અંગવાળી હોય છે તેમ આ લ
ક્ષ્મી ભેગસુભગ એટલે પોતાને ભેગાવવામાં જ ઉપયોગી થાય છે, પણ પુશ્કેદાનમાં ખર્ચાતી ન હોવાથી સત પુણ્યરૂપી બીજથી રહિત છે. એટલે કેળમાં પણ બીજ હોતું નથી, તેથી આ ત્રીજા પ્રકારની લક્ષ્મીને કેળની ઉ. પમા આપી છે અને ચોથા પ્રકારની લમી આંબાની લતામાફક સર્વાગ સુંદર છે અને સત્પરૂપી બીજેથી સુશોભિત છે એટલે આંબાનું વૃક્ષ જેમ ચાલુ સ્થિતિમાં સુંદર દેખાય છે તેમ તેમાં સુંદર ફળ પણ લાગે છે અને તેમાં બીયાં પણ છે જેથી તે આંબે નષ્ટ થયા પછી પણ તેનું અસ્તિત્વ મનાય છે તેમજ જે લક્ષ્મી ભગવાય છે અને દાનમાં અપાય છે તે સંપત્તિ ઉભય લેકને સિદ્ધ કરવાવાળી છે. ૧૨.
લફર્મની ચંચળતા, અંગદેશને વિષે ધારાપુર નગરનો સુંદર નામે રાજા છે, તેની મદનવલ્લભા નામે રાણી છે. તેને એક કાત્તિપાલ, બીજે મહીપાલ એ નામે બે પુત્ર છે. તે રાજા પરસ્ત્રીપરમુખ છે અને રાણી પણ શીલાગી છે. એકદા મધ્યરાત્રિએ તેની કુલદેવતાએ આવીને કહ્યું કે હે રાજન! તને દુર્દશા આવી