________________
લક્ષ્મીપુણ્યાધીનતા-અધિકાર. - ૪૫૧ पुण्यं कुरुष्व यदि तेषु तवास्ति वाञ्छा, पुण्यैर्विना न हि भवन्ति समीहितार्थाः॥२॥
હૃપનવરિત્ર. એક કવિ પિતાના ચિત્તને કહે છે કે—હે ચિત્ત! મનહરપણાને પામેલી સુંદર વસ્તુઓમાં ફેગટજ શા વાસ્તે ખેદ પામે છે? જે તે ચીજોને મેળવવાની તારી ઇચ્છા હોય તે પુણ્ય કર્માચરણ કર; કારણકે પુણ્યવિના ઈચ્છિત અર્થે જીવને પ્રાપ્ત થતા નથી. ૨.
લક્ષમીજીને ઠપકો.
ન્દ્રિવિડિત (૨ થી ૫). हे लक्ष्मि क्षणिके स्वभावचपले मूढे च पापेऽधमे,
न वं चोत्तमपात्रमिच्छसि खले प्रायेण दुश्चारिणी। ये देवार्चनसत्यशौचनिरता ये चापि धर्मे रतास्तेभ्यो लज्जसि निर्दये गतमतिनींचो जनो वल्लभः ॥३॥
सुभाषितरत्नभाण्डागार. હે લક્ષમી! તું ચપળ સ્વભાવવાળી, ક્ષણવાર પણ સ્થિરતા કરીને નહિ રહેનારી, તથા મૂઢ, પાપી અને અધમ મનુષ્યની પાસે જનારી છે, વળી તે ઉત્તમ પાત્રને તે ઈચ્છતી નથી. (કારણકે) જે મનુષ્ય દેવપૂજન, સત્યતા, પવિત્રપણું તથા ધર્મઉપર પ્રીતિવાળા હોય છે તેથી તે શરમાય છે અને ક્રૂર હૃદયવાળી હે લક્ષ્મી! તને બુદ્ધિહીન નીચ મનુષ્ય પ્યારે લાગે છે. ૩. પિતા ઉપર આવેલ આળમાંથી લક્ષ્મીજીએ ન્યાયની રીતે
કરેલ પિતાને બચાવ. भो लोका मम दूषणं कथमिदं सञ्चारितं भूतले,
नीचौकाः क्षणिका च निघृणतरा लक्ष्मीरिति वैरिणी। नैवाई चपला न चापि कुटिला नाहं गुणद्वेषिणी,
पुण्येनैव भवाम्यहं स्थिरतरा युक्तं हि पुण्यार्जनम् ॥४॥
कस्यापि.
લક્ષ્મી કહે છે કે – હે લોકો! મારામાં દૂષણ નથી છતાં “લક્ષમી નીચ જાતિમાં રહેવાવાળી છે, ક્ષણિક છે, નિર્દય છે અને સ્વૈરિણી (પિતાની ઈચ્છા