________________
૪૫૪ વ્યાખ્યાન સાહિત્યસંહે–ભાગ ૨ જે. નવેમ દુષ્ટલક્ષણથી લક્ષ્મી પલાયન કરી જાય છે.
ધા. नित्यं छेदस्तृणानां धरणीविलिखनं पादयोरल्पपूजा,
दन्तानामल्पशौचं वसनमलिनता रुक्षता मूर्धजानाम् । संध्याकाले च निद्रा विवसनशयनं ग्रासहासातिरेका,
स्वाङ्गे वाधं च पुंसो निधनमुपनयेत्केशवस्यापि लक्ष्मीम् ॥ ४ ॥
Sિ.
હમેશાં તેણે (ઘાસનાં તણખલાઓ ) નું કાપવું, પૃથ્વી તરવી, પગ બરોબર ન ધોવા, દાતણ ઘસીને ન કરવું, મલિન વસ્ત્રો પહેરવાં, મસ્તકના કેશનું રૂક્ષપણું, એટલે કેઈ પણ દિવસ તેલ નાખી ન ઓળવું તે, સંધ્યાના વખતે (પ્રાતઃ મધ્યાહ્ન અને સાયંકાળ) માં શયન કરવું, તેમ વસ્ત્રરહિત શયન કરવું, ભેજન કરતાં કરતાં હાસ્ય કરી અન્નને અપરાધ કરે અને પોતાના અંગમાં હાથ વિગેરે પછાડયા કરવા, આટલાં દુર્લક્ષણે શ્રીવિષ્ણુમાં હોય તે તેની લક્ષ્મી પણ પલાયન કરી જાય ત્યારે ગૃહસ્થ મનુષ્યમાં ઉપર કહેલાં દુર્લક્ષણે હોય તો તેની પાસે લક્ષમીજી રહેજ કેમ? અર્થાત્ ન રહે. ૪.
- લક્ષ્મીજી કેવાં કેવાં સ્થાનમાં જતાં નથી, કેવાં કેવાં સ્થાનમાં નિવાસ કરે છે એ સંબંધી સુસ્પષ્ટ સમજણ અપાઈ ગઈ છે તો લક્ષ્મીજીની કૃપા મેળવવા શાસ્ત્રાદેશાનુંસાર વર્તન કરવાની જરૂર છે. કદાચ તે પ્રમાણે વર્તન થશે નહિ તે આપણી પાસે દ્રવ્યનું સાધન રહી શકશે નહિ અને જે લક્ષ્મી ગુમાવી બેઠા તો જગમાં એક તૃણથી પણ આપણું કિંમત હલકી અંકાશે એટલું જ નહિ પણ સર્વ સ્થાને વારંવાર સ્વાર્થી લેકે આપણું અપમાન કર્યા કરશે એમ બતાવી સ્વાર્થની સમજણ ગ્રહણ કરવા હવે પછી તે અધિકાર લેવા આ લક્ષ્મીઅવાસ અધિકાર પૂર્ણ કર્યો છે.
|
સ્વાર્થ-અધિકાર. |--
જે લક્ષ્મી ઘરમાંથી જતી રહે ત્યારે કેઈને સ્વાર્થ સરતો નથી. જ્યાં
922 સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી લોકોમાં પરસ્પર પ્રીતિ રહી શકે છે અને સ્વાર્થ સ કે તે પ્રેમની પણ સાથે જ સમાપ્તિ થઈ જાય છે. એકને એક પુત્ર