________________
૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે.
નવમ દિાશ અને ખર્ચને વિચાર કરી કાર્ય કરવું. आयव्ययमनालोच्य, यस्तु वैश्रवणायते ।
अचिरेणापि कालेन, स तु वै श्रमणायते ॥ ५ ॥ જે મનુષ્ય પદાશ તથા ખર્ચને વિચાર કર્યા વિના કુબેર ભંડારી જેવો બની જાય છે એટલે ખર્ચ કરવામાં બાકી રાખતું નથી તે મનુષ્ય તે થોડા વખતમાં નક્કી શ્રમણ (બાવા) જે થઈ જાય છે. તુ શબ્દ અન્યની વ્યાવૃત્તિમાટે છે. એટલે જે પેદાશનો વિચાર કરી ખર્ચ કરે છે, તેને ત્યાં તે લક્ષ્મી નિવાસ કરે છે. પ.
ધનથી દાનની ઉત્પત્તિ અને દાનથી ધનની ઉત્પત્તિ. त्यागो गुणो वित्तवता, वित्तं त्यागवतां गुणः ।
परस्परवियुक्तौ तु, वित्तत्यागौ विडम्बना ॥ ६ ॥ દાન તે ધનાઢય પુરૂષને મહાન ગુણરૂપ છે, એટલે કે દાન કરે તે પુનઃ ધનની પ્રાપ્તિ થાય. તેમ ધન તે દાની પુરૂષને ગુણરૂપ છે. એટલે ધન હોય તે દાન થાય. ધન છતાં દાન કરવું નહિ અને ધન હોય નહિ છતાં દાન કરવું એ બન્ને દુઃખરૂપ છે. . જેને યોગ્ય ઉપયોગ કરી શકાય તેજ લક્ષ્મી.
શાઢિની.' सा लक्ष्मीर्या धर्मकार्योपयुक्ता, सा लक्ष्मीर्या बन्धुवर्गोपभोग्या । सा लक्ष्मीर्या स्वागभोगप्रसङ्गा, यान्या मान्या सा तु लक्ष्मीरलक्ष्मीः ॥७॥
જે ધર્મ કાર્યોમાં ઉપયોગી થાય છે તે લક્ષમી, જે બંધુવર્ગના ઉપગમાં આવે તે લક્ષ્મી, તેમ જે પિતાના અંગના ભેગમાં ઉપયોગી થાય તે લક્ષ્મી પણ આ સિવાય બીજી સંપત્તિને જે લક્ષ્મી તરીકે કહેવામાં (માનવામાં) આવે છે તે અલક્ષ્મી છે. ૭.
૨ રાષ્ટિનીનું લક્ષણ “રાષ્ટિન્યુ તૌ ત નોડવો .”
અર્થાત મ ગણ, તે ગણ, તેં ગણ, બે ગુરૂ અક્ષર મળી ૧૧ અક્ષર એક ચરણમાં હોય છે તેવાં ચાર ચરણ મળે ત્યારે શાછિની છંદ કહેવાય છે તથા ૪–૭ અક્ષરે વિરામ હોય છે.