________________
બમ.
ભાધાન સાહિત્યસહભાગ ૨. કબાટમાં મૂકવા જાય છે. તેવામાં કૃપણશાની પછવાડે એક જબરજસ્ત નાગ જોઈ) સ્વામીનાથ, જલદી આમ આવતા રહો! તમારી પછવાડે
નાગ છે. પણશા–(ભયભીત થઈ) હું શું કહે છે! (એમ કહી દેડવા જાય છે તેવામાં ' તે નાગદેવે પોતાનું કાર્ય સાધી લીધું.) કાન્તા-(સ્વગત) ખરેખર! કુદરત કુદરત!! તારે ઘેર સદા ન્યાય છે.) બસ
થયું. કરણીનાં ફળ મળી ચૂક્યાં.
બહાર ખબર પડવાથી આડોશીપાડોશી સગાંસંબંધી વિગેરે સૈ ભેગાં થઈ જાય છે; પોલીસ લોકોને ખબર પડવાથી તે પણ ત્યાં આવી પહોંચે છે અને છેવટ કાન્તાને નિર્દોષ ઠરાવી આ બને શેઠીઆઓનાં શબને અગ્નિસં. સ્કાર દઈ સૈ પિતપતાને ઘેર જાય છે. આ દષ્ટાંત નીતિ ઉપર રહેવા તથા અનીતિથી દુર ખસવા ધડે લેવા જેવું ખાસ છે.
કન્યા નિમિત્તે ધન ખચી વિવાહ કર એ અઘટિત છે.
*આવા દુષ્ટ રીવાજથી આપણું પ્રજામાં સ્ત્રીઓની ન્યૂનતા અને હલકી પદવી માનવામાં આવે છે અને આમ ઉત્તરોત્તર આર્યાવર્ત અવનતિ થતી
જાય છે.
અહાહા!!! બિચારી કેમળ મૃગલીને સિંડુના મેઢામાં મૂકી ગરીબડી ગાયને કસાઈના દ્વારે બાંધી, નાજુકલીને હાથીના પગ તળે ચંપાવી અને ગુલાબનાં પુષ્પને ધગધગતા અંગારામાં હોમી અત્યાનંદમાં કાલક્ષેપ કરનાર નિર્દય માબાપને કયું વિશેષણ લગાડવું?
કર હૃદયનાં ઘાતકી માબાપે જેમ કસાઈ પિતાનાં માની લીધેલાં ઘેટાં, બકરાં ઇત્યાદિ પશુપર મમતા ધારણ કરી છેવટે તેની જીંદગીને અંત આણે છે તેમ જીવદયાના હિમાયતી હોવાને છેટે 3ળ રાખી પોતાનાં સંતાનને લાંબી આશાએ ઉછરીને જ મારી નાખે છે. કસાઈઓ મારવા ધારેલ પ્રાણીઓને એક પળમાં જીવનરહિત કરે છે, ત્યારે કહેવાતા દયાળુ માબાપ મારવા ધારેલ સંતાનને રીબાવી રીબાવી લાંબા કાળે તેને પ્રાણ લે છે.
વાડ જ્યારે વેલાનું ભક્ષણ કરે, રાજા જ્યારે પ્રજાને પીડે અને સત્ પુરૂષે જ્યારે કુડી દૃષ્ટિથી નિહાળે ત્યારે ઉન્નતિની આશા કયાં રાખવી? નિર્મળ જળથી વહેતી દિવ્યસરિતા જેવી કન્યા મડદાસાથે પરણવાય, મુક્તાને હાર મર્કટની કેટે નંખાય, પાનનાં બીડાં પાડાને અપાય અને ઘેવરનાં ભજન ગધેડાને ખવરાવાય ત્યારે હવે બાકી શું રહ્યું?
કન્યાવિકયથી થતી સાંસારિક અને પારમાર્થિક બને હાનિઓ ઉપરની સમજુતીથી દર્શાવેલ છે તે પર વિચાર કરી તેનાથી દૂર રહેવું એજ શ્રેયસ્કર છે.
' સત્યપ્રકાશ ભાગ ૨ જે.