________________
ri
,
પરિચછેદ. ધનદેષ-અધિકાર
૩૯૫ જેમ મદિરાનું પાન કરનારા મનુષ્ય બીજાઓથી ભેટેલા (દોરાયેલા) ચાલે છે, સરખી સડકવાળા રસ્તામાં ઠેબાં ખાતા પડે છે, નહિ સમજાય તેવાં વચનો બોલે છે; તેમ લક્ષ્મી (મદ) વાળા પુરૂષે પણ બીજાઓથી ભેટેલા (દોરવાયેલા) ચાલે છે, સરખા ( સત્યયુક્ત) રસ્તામાં (થી) પડે છે અને ઘેલા શબ્દ બોલે છે. પ.
ધનની લાલસા નહિ રાખવાનાં કારણે. धनं तावदसुलभं, लब्धं कृच्छ्रेण रक्ष्यते । .
लब्धनाशो यथा मृत्युस्तस्मादेतन्न चिन्तयेत् ॥६॥ પ્રથમ તે ધન મેળવવું એ કઠિન કામ છે અને મેળવેલા ધનનું રક્ષણ દુ:ખથી થાય છે, અને મેળવેલ ધન કદાચ નાશ પામે છે તે મૃત્યુ જે ખેદ થાય છે. માટે એવા ધનને વિચાર પણ ન કર. ૬.
દુઃખનું કારણ ધન. जनयन्त्यर्जने दुःखं, तापयन्ति विपत्तिषु ।
मोहयन्ति च सम्पत्ती, कथमर्थाः सुखावहाः ॥७॥ ધન ઉપાર્જન કરતી વખતે દુઃખ આપે છે, વિપત્તિમાં તપાવે છે અને સંપત્તિમાં મેહ ઉત્પન્ન કરે છે, માટે ધન સુખ આપનારું કેમ કહી શકાય? ૭.
ધનવાને સર્વત્ર ભેગ. यथा ह्यामिपमाकाशे, पक्षिभिः श्वापदैर्भुवि ।
भक्ष्यते सलिले नब्रैस्तथा सर्वत्र वित्तवान् ॥ ८॥ જેમ માંસને આકાશમાં પક્ષીઓ ખાય છે, પૃથ્વી ઉપર શિકારી જાનવર ખાય છે અને પાણીમાં મઘરમચ્છ વિગેરે ખાય છે; તેમ સર્વ ઠેકાણે ધનવાન મનુષ્યની સ્થિતિ સમજવી. (અર્થાત્ ધનવાન પાસેથી સર્વ ઠેકાણે સે કઈ પૈસા કઢાવવાને ટપે છે) ૮
જે ધનવાળે તે ભયવાળે.' राजतः सलिलादनेश्वोरतः स्वजनादपि । ...
भयमर्थवतां नित्यं, मृत्योः प्राणभृतामिव ॥९॥ જેમ પ્રાણીમાત્રને મૃત્યુનો ભય છે, તેમ ધનવાળાઓને રાજાથી, પાણીથી, અગ્નિથી, ચારથી અને સ્વજનથી હંમેશાં ભય રહે છે. ૯