________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ–ભાગ ૨ જે.
નવમ ધનથી અજ્ઞાનની પ્રાપ્તિ. लक्ष्मीवन्तो न जानन्ति, प्रायेण परवेदनाम् ।
शेषे धराभरक्लान्ते, शेते नारायणः सुखम् ॥२॥ લક્ષમીવત પુરૂષ ઘણું કરીને બીજાની વેદના જાણતા નથી. જુઓ તે ખરા. નારાયણ પૃથ્વીના ભારથી થાકેલ શેષનાગઉપર સુખે સુવે છે.
સારાંશ-શેષનાગ પૃથ્વીને પોતાના મસ્તકઉપર રાખે છે માટે પૃથ્વીના ભારને લીધે તે થાકેલા ગણાય તેમ છતાં તેના ઉપર લક્ષમીપતિ વિષ્ણુ ભગવાન તેના થાકેલાપણાની દરકાર ક્યાં વિના સુવે છે એટલે લક્ષમીમાન (ધનવાન ) બીજાનું દુઃખ જાણતા નથી. ૨.
- ઝેરની શ્રેષ્ઠતા. वरं हालाहलं पीतं, सधः प्राणहरं विषम् ।
न द्रष्टव्यं धनाढ्यस्य, भ्रूभङ्गकुटिलं मुखम् ॥३॥ તરત પ્રાણુને નાશ કરનારું હળાહળ ઝેર પીવું સારું, પણ ધનાઢય માણસનું ભ્રકુટી ચડાવેલું વાંકું મુખ જોવું એ સારું નહિ. ૩. ધનાઢચ અને વરાચ (તાવવાળ) બેઉ સરખા છે.
भक्ते द्वेषो जडे प्रीतिः, सुरुचिर्गुरुलङ्घने ।
मुखे कटुकता नूनं, धनिनां ज्वरिणामिव ॥ ४ ॥ તાવવાળા મનુષ્ય જેમ ભક્ત (અન્ન) ઉપર દુષ–અભાવે રાખે છે, જડ (જળ) ઉપર પ્રીતિ રાખે છે, ગુરૂલંઘન (એકાદ બે કે તેથી પણ વધારે ઉપવાસ) કરવાની સારી રીતે ઇચ્છા રાખે છે અને પિતાના મુખને વિષે કાયમ કડવાશવાળા હોય છે તેમ ધનવાન મનુષ્ય પણ ભકત (પોતાના સ્નેહી) ઉપર ઠેષ રાખે છે, જડ (જર-પૈસા) ઉપર પ્રીતિ રાખે છે, ગુરૂલંઘન (માતા-પિતા વિગેરે વડીલનું અપમાન) કરવામાં પ્રીતિ રાખે છે અને મુખમાં કડવાશ વાણીવાળા હોય છે. માટે ધની અને વરી (તાપવાળે) બને સરખાજ છે. ૪.
ધનવાનું તથા દારૂડીએ બેઉ સરખા છે. आलिङ्गिताः परैर्यान्ति, प्रस्खलन्ति समे पथि । अव्यक्तानि च भाषन्ते, धनिनों मद्यपा इव ॥ ५॥