________________
૧૪૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે.
સપ્તમ તેજ પાત્રથી બીજાએ ત્રીજાએ, ચેથાએ એમ પરંપરાથી ઘણુ મનુષ્ય પીતા જોવામાં આવે છે, ઉપરથી જોતાં આમાં કાંઈ દોષ જેવું જણાશે નહિ, પણ તેના કારણેની તપાસ કરતાં આવી રીતે પાણી પીવું તે અજીરું પાણી પીવા બરાબર છે. એકનું વધેલું અન્ન આપણે ખાતા નથી, તે પાણું પણ જે પાત્રથી પીધું હોય તે પાત્ર સાફ કર્યા સિવાય પીવું એ અછડું થાય છે. એ પવિત્રતાને જાણનાર મનુષ્યથી સહજ સમજાય તેમ છે. ધાર્મિક દષ્ટિથી એ વાત બાજુએ મૂકીએ તોપણુ આરોગ્યની દૃષ્ટિથી વિચાર કરતાં એકનું મેં દુર્ગધ મારતું હોય અથવા બીજે કંઈ ચેપી રેગ થયેલું હોય તે તેના ચેપને લીધે બીજા પીનારને પણ નુકસાન થાય એ સ્વાભાવિક છે. જેવી રીતે કપડાંને પરસેવાથી અસર થાય છે, તેવી જ રીતે પાત્રને પણ મોંમાંથી નીકળતા શ્વાસની ગંધને લીધે તેના સંસ્કારે પડે છે, તે બીજાનામાં આવે છે. ધારે છે કે માણસ વ્યસની છે, તે દારૂનું સેવન કરે છે, તેના પીધેલા પાત્રથી બીજે માણસ પીશે તે તેની વાસ આવ્યા સિવાય રહેશે નહિ અર્થાત્ સૂમ દષ્ટિથી વિચાર કરીશું તે આવી રીતે પાણી વિગેરે પીવાથી એકના દેષ બીજાનામાં આવે છે, અથવા તેને જે રેગ થયે હેય તેને ચેપ તેના શરીરમાં તે દ્વારા દાખલ થાય છે. વૈષ્ણવ સંપ્રદાયમાં ઘણે ઠેકાણે પાણી ઉચેથી પીએ છે, અર્થાત પીવાનું પાત્ર મેઢે અડકાડતા નથી આ અતિશય શુદ્ધિની વાત છે, તે બનવી કઠણ પડે પણ દરેક પિતા પોતનાજ પાત્રથી પાણી પીએ એ વાત બનવી અસંભવિત છે એમ નથી. ન્યાતમાં અથવા બીજે ઠેકાણે જમવા જાય છે, ત્યાં જળપાત્ર લેઈ જવાય છે, તેથી પણ બનતાંસુધી એકબીજાના પાત્રથી પાણી ન પીવાનું બની શકે છે, પણ આ બાબતને ભેટે દોષ જ્યાં ઘણી મંડળી એકત્ર થઈ હોય છે, ત્યાં એક માણસ પાણી પીનાર હોય છે ત્યારે એકજ પાત્રથી ઘણું માણસે પાણી પીએ છે ને કેઈને તેની લેશમાત્ર શંકા સરખી પણ થતી નથી. જ્યારે કેલેરા કે એ ચેપી રોગ થાય છે, ત્યારે મનુષ્ય સ્વચ્છ પાણીની, તેના પાત્રની અને બીજાનું પીધેલું પાણુ નહિ પીવાની એવી ઘણું સંભાળ રાખે છે. શું આવી સંભાળ
જ્યારે આ રેગ ફાટી નીકળે ત્યારે જ રાખવાની છે કે હમેશના માટે રાખવાની છે? મારા એક વિદ્વાનમિત્ર હમેશ પિતાના નેકર પાસેથી પાણી મંગાવી પીતા હતા. પાછું જે પાત્રમાં રહેતું હતું તે સારું થાય છે કે કેમ તથા તે પાણું ગાળવામાં આવે છે કે કેમ તેની તે ભાગ્યેજ દરકાર રાખતા અને તેમના બેચાર મિત્રો આવે તે પણ એજ પાત્રથી પાણી પીતા હતા. એક વખત કેલેરા જોરથી શરૂ થયે ત્યારે દૂષિત પાણી પીવાથી કોલેરા થાય છે, એવી વાર્તાઓ છાપા દ્વારા જાહેર થઈ તેનું વાતાવરણ થવા માંડયું એટલે વચ્છ પાણી પીવાની કાળજી થઈ જે કે ગાળ્યા વગરનું તથા વાસી પાણી જેમાં જંતુઓ પડે છે, તેવું દૂષિત પાણી પીવાથી રેગ થાય છે એમ સર્વ જાણે છે,