________________
૧૭૨
વ્યાખ્યાન સાહિત્યસ‘ગ્રહ-ભાગ ૨ જો.
સમ
રાજસી વસેછે તેમ તે પુરૂષને વિષે કલ્યાણની પક્તિ રહેછે, સૂચથી જેમ રાત્રિ દૂર જાયછે તેમ આ મનુષ્યથી વિપદ્ દૂર ખસેછે અને જેમ વિદ્યા વિનચી પુરૂષને વરેછે તેમ સ્વર્ગ તથા મેાક્ષની લક્ષ્મી તેને વરેછે (અર્થાત્ તે સ્વગ તથા માક્ષનાં સુખને અનુભવ કરેછે ). ૬.
કાંઇ પણ પારકી ચીજ ન લેવી તેથી થતા ફાયદા ખતાવી આ અદત્તત્યાગગુણ-અધિકાર પૂર્ણ કરવામાં આવેછે.
मोक्षसुख-अधिकार. - ક
માસમાન એક પણ સુખ નથી, બીજાં સુખ તેમની આગળ અલ્પમાત્ર તેમજ નાશવંત છે તેમજ તે સુખા ભાગવતાં અંતઃકરણની શાન્તિ પણ થતી નથી. કોઇ એક મનુષ્ય દદ્ધિ હેાય તે પુણ્યના પ્રભાવથી ગૃહસ્થ અને તેમાં ખાનપાનાદિ વૈભવાનાં સારાં સુખા મળે પછી તેમને કોઇ પણ અધિકારની અપેક્ષા થાય, તે પણ પુણ્યનાં પ્રભાવથી મળે પછી રાજ્યાદિની ઇચ્છા થાયછે, તેથી પણ સતેાષ ન મનાતાં દેવલાકના ભાગાની ઇચ્છા થાયછે, તેમની પણ પ્રાપ્તિ થાય તા સ્વર્ગાધિપત્ય (ઈંદ્રપદ) ની વાંછા થાયછે તે પણ મળે. છતાં આવા અધિકારી જીવને ત્યાંથી પણ પતનભય રહેછે. ઉપર્યુક્ત દરેક સ્થાને ભયવાળાં, નાશવંત, તાવક અને માહુ ઉપજાવનારાં છે પણ જે નિર્ભય, આસક્તિવંગરનું, સદૈવ સુખરૂપ, પતનભયરહિત તે તેા કેવળ માક્ષસુખ છે માટે તેમાં યજ્ઞ કરવા તેજ કૃતાર્થતા છે. માટે મેક્ષના અધિકારી થવાને જોઇતાં સાધનાનું વર્ણન કરી આ મેાક્ષસુખ-અધિકારના આરંભ કરવામાં આવેછે કે જે માલસુખ ધર્મપાલનનું ઉંચામાં ઉંચુ અને છેવટનુ અ વિનાશી ફળ ગણાયછે.