________________
૨૭૫
પરિપેદા કામોન--અપિકા.
સુવર્ણની ચેરીસમાન પાપ. हेमस्तेयसमं पापं, प्रवक्ष्यामि निशामय । कन्दमूलफलानां च, कस्तूरीपटवाससाम् ॥ ८॥
મહામાત, એક મહાત્મા પિતાના શ્રોતા જનને કહે છે કે સુવર્ણ (સેના) ની ચેરીસમાન પાપને કહું છું તેને તું સાંભળ. તે શું? કે કંદમૂળ અને (નિષિદ્ધ) ફળનું ભક્ષણ તથા કસ્તુરી અને હીરના વસ્ત્રોને ઉપયેગ; આ સુવર્ણની ચેરી બરાબર છે. ૮.
ને રહેવાનું ઘર વનસ્પતિ છે. शाखामूलदले पुष्पे, फलकिञ्जल्कमध्यतः ।
ये जीवाः सन्ति तद्वर्णास्तान् व्याख्यातुं न कोऽप्यलम् ॥ ९॥ ડાળ, મૂળ, પાંદડું, પુષ્પ, ફળ અને તેના તંતુઓના મધ્યમાં તે જ્યાંસુધી કોમળ હોય ત્યાંસુધી તેવાજ વર્ણ (રંગ) ના જે જંતુઓ રહે છે ? તેઓનું વ્યાખ્યાન કરવાને કઈ પણ મનુષ્ય સંપૂર્ણ સમર્થ નથી, માટે જીવદયાની ખાતર તે કંદનિષેધ કર્યો છે. ૯,
કળની સાથે કાચા ગેરસાદિ પણ અભક્ષ્ય છે. ' गोरसं माषमध्ये तु, मुद्गादिषु तथैव च ।। भक्षणं तु भवेन्नूनं, मांसतुल्यं युधिष्ठिर ॥ १० ॥
પુરાણ.
હે રાજ યુધિષ્ઠિર! અડદના મધ્યમાં તથા મગ વિગેરે કઠોળમાં કાચા ગેરસ (દહિં, છાશ વિગેરે) નું જે ભક્ષણ કરવું તે નક્કી માંસતુલ્ય થાય છે, માટે દ્વિદલામાં દૃહિં વિગેરેનું ભક્ષણ ન કરવું. ૧૦.
જૈન શાસ્ત્રોમાં જેમ કંદમૂળ તથા દાળમાં કાચા દહિંની સખ્ત મનાઈ છે, તેમજ પુરાણમાં પણ કંદમૂળ વિગેરે અગ્રાહ્ય છે એમ સારી રીતે બતાવી તથા તેને ઉપયોગ નહિ કરે એમ સમજાવી આ કંદમૂળનિષેધ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
છ000