________________
- વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨. અષમ એવી રીતે પજે ઘણેરી, એ દુઃખ કેમ ખમાય; એ અભાગણુની સાથે સંપી, માટે મારા બાપને માય. પ્રભુજી સહુને કેડે સુઈ રહેવા દીએ, રાત દેઢ પહોર વળી જાય; પર રાત રહે પાછલી, લેઈ દરણું તત્પર થાય.
સાસુ કહે છે.
(ઢબ ઉપર પ્રમાણે). અરજી સુણે વ્રજના રાય, જાય હવે વહુ તે ટાઢો થાય એ ટેકો પીયરમાં તે કામ કરે સવા, બાકી ન રાખે તીહાય; સાસરે આવીને અટકે નહિ, ખાને ખુણે સુહાય અરજી કે દિન કહે છે માથે દુઃખે છે, કઈ દિન પેટને સાય; કઈ દિન કહે છે પાછું વળે છે, કઈ દિને તુટે પાય. દરણે લઈને ઘંટીએ બેસારું છે, ત્યારે ઘંટીએ ઉંઘી જાય; દાણુક કુતરા ઘરમાં ભરાઈને, લેટ પણ ચાટી જાય. શિખામણ દિયું ત્યારે છેડો વાળે છે, રાંડ ભાંડવાને મંડી જાય; માથે રાંડ ને હૈયા પછાડે, લેક જેવાને ભેગું થાય,
કરાને પણ પેટે ભણવેને, ભંભેરી ગામની માય; છેક હતો મારે હીરાના જે, કામણ કરાવ્યું કાંય.
કરો મારો હીરાના જે, આવતે કહેતે માય; પથ્થરના જે દિકરે બનાવ્ય, મારે કાળો ફાટી જાય રે ,, આ વહુ મારે ક્યાંથી મળી એના બાપનું ઉછેદીયું થાય; એ વહુ મારે તે લાફસીને સીરે, ઘેર ઘેર દીવાળી થાયરે, ,, એવી રીતે પજવે ઘણેરી, એ દુઃખ કેમ ખમાય; કાશીરામ કહે બાળપણમાં, જૂદા રહેવાનું મન થાય.
કાશીરામ. . બેહેને! આવી દુર્દશામાંથી બચવા ખાતર અસભ્ય વાતચિત અને અસભ્યગીતે તેમજ ખરાબ સંગત અને ખરાબ વિચારે છોડીને સભ્યવાતચિત, સભ્યગીતે, સારી સંગત અને સારા વિચારોમાં પરાયણ રહેશે તેજ તમે ધર્મરૂપ અમૂલ્ય મણિ સાચવી શકશે. આટલી શિખામણ આપી આ સાસુવહુના ઝઘડારૂપ અધિકારને પૂર્ણ કરવામાં આવે છે.