________________
પરિચછેદ.
ઘતષ-અધિકાર. ' રીતે ધારણ કરનારી છે, દુષ્ટ અભિપ્રાયને જાગૃત કરનારી છે, દરિદ્રતાને પોતાની પાસેથી નહિ ખસવા દેનારી છે, સુગતિ–મેક્ષસ્થાનના ભેટામાં આડી પડી રે. કનારી છે અને (પરિણામે) મૃત્યુ ઉત્પન્ન કરનારી છે. ૫.
કેની વસ્તુ લેવાથી આલેકમાં પ્રતિષ્ઠા જાય છે, કારાગૃહની શિક્ષા - ગવવી પડે છે એટલું જ નહિ પણ પરલોકમાં દુઃખી થવું પડે છે માટે ચેરી કરવી નહિ એમ સમજાવી અને ચેરીના બંધુરૂપ ઘતદેષ તરફ દષ્ટિ ફેરવી આ અદત્તપ્રહણદેષ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
નોકરે એSS૯૬૯ : ડૂતોપ–ધિર. |--
સવ વ્યસનમાં આદિ કારણરૂપ ઘત (જુગટું) એ શબ્દથી ઇ( . રેક માણસ સુજ્ઞાત હાય છે એટલે તે શબ્દના ધવનિમાત્રથી
કોઇ તેને જાણી શકાય તેથી તે સંબંધે વિશેષ કહેવાનું રહેતું છે
નથી ; પરંતુ ઘુતમાં કેટલા અનર્થો છે? આ બાબત જાવાની પ્રથમ જરૂર છે. કારણકે તેના અનર્થોનું શ્રવણ થાય તો જનસમાજ તેના કુપરિણામને જાણ અટકે. પ્રથમ તો એમ કહેવામાં આવે કે જુગારમાં સર્વ અનર્થો સમાયેલા છે તે પણ તે વાત્ત અસત્ય નથી. કારણકે મંગલાચરણમાં જગારી ઘત કામમાં પ્રવૃત્ત થયે ત્યાંથી જે તેમાં ધનાદિની પ્રાપ્તિ થાય તે પરસ્ત્રીઓમાં ખરચવાનું મન થાય અને પરસ્ત્રીઓમાં આસક્તિ થતાં પિતાની વીર્યશક્તિ ઘટી જાય ત્યારે મદિરાદિના પાનથી મત્ત બની તે કુકર્મમાં આસકત વધારે રહેતા જાય અને દિનપ્રતિદિન પ્રમેહાદિ વેગેના નિવાસરૂપ બની જાય અને વખતે જુગારમાં ધન હારી જાય તે ત્યાંજ અસત્ય ભાષણ, મારામારી, બીભત્સ ભાષણ કરવાને પ્રસંગ આવે તેમાં વખતે બીજ બળવાન પક્ષના જુગારી મળે તે પ્રહાર કરવામાં બાકી રાખે નહિ અને ત્યાંથી કંગાલ બની ચાલ્યા જાય પછી વિચાર કરે છે, જે કાંઈક પૈસાની જુજ રકમ મળે તો તેને ઘતમાં મૂકી વધારે ધન મેળવું, એ વિચાર કરતાં કાંઇ પણ ધન ન મળે તે છેવટે ઘરમાંથી અગર બીજેથી ચેરી કરવાનું મન થાય અને ચેરીના કાર્યમાં વખતે પકડાય તે જેલજાત્રાને પ્રસંગ પણ આવે અને પરિણામે સર્વ પ્રકારનાં દુઃખોથી જગમાં અપકીર્તિ મેળવી નરકમાં પડે. - એટલે ટુંકામાં વિચાર કરતાં જુગારમાં અસત્ય ભાષણ, પરસ્ત્રીસેવા, મદિરાપાન, ચારી ઈત્યાદિ સમગ્ર દુલ ક્ષણે સમાયેલાં છે. તે બાબતનું સુસ્પષ વિવેચન