________________
કર૪
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ભાગ ૨ જે. ' અષ્ટમ આ સાંભળી મહાજનના મૂખીઓને ઘણે ક્રોધ ઉપજે, તેથી વધારે જેસથી કહ્યું, અરે બેવકૂફ! બસ! બસ! શું મહાજનની મશ્કરી કરે છે? હુકમ ઉઠાવે છે કે નહિ ? એક તો તારે પક્ષ ગેરવ્યાજબી છે ને ઉલટ સામે, થાય છે? ન માને તે તારી મરજી. પણ યાદ રાખ. ગેરવ્યાજબી કામનાં નઠારાં ફળ નડયાવગર રહેશે નહિ.
મહાજને આટલું આટલું કહ્યું, પણ જક્કી ઓઘડ એકને બે થયે નહિ ને પિતાની ખીંટી ફેરવી નહિ.
રામાએ તુરત ચોગ્ય અધિકારી પાસે ફરિયાદ કરી, મહાજન લેકેની શાહેદી આપી. તેમના તથા બીજા બંને પક્ષના પૂરાવા ને દલીલ સાંભળી, અધિકારીની નજરમાં રામાની ફરીઆદ વ્યાજબી લાગવાથી ઘડે મારેલી ખીંટી ફેરવવા અને રામાને થયેલ તમામ ખર્ચ ઓઘડે આપવા હુકમ કર્યો. આવી રીતે ખીંટી ફેરવવી પડી, ખર્ચ આપવું પડયું ને કેટમાં જેટલી મુદત તકરાર ચાલી તેટલી મુદત કામકાજ પડતું મૂકી બેટી થવું પડયું, એટલું જ નહિ પણ વકીલે વગેરેનું ઘણું ખર્ચ થવાથી ઓઘડ મોટા નુકસાનના બેજામાં આવી પડશે. એ રીતે ‘ડુંગળી ને ખાસડાં બંને મળેલાં જે આખરે ઘણું પસ્તા.
ચાર સમજુ ત્રાહિત માણસ શિખામણ આપે તે નહિ માનતાં - તાની જક્ક પકડી રાખવા ચાહે, તેને આ વાતમાંના એઘડની પેઠે પાછળથી વિમાસવું પડે છે. સરકાર દરબારમાં ફરિયાદ કરવા જતાં રૂપાની ગળીયે વઢવું પડે છે. એટલે પુષ્કળ વસુ અને વખત બેઉ વ્યર્થ જાય છે. માટે ડાહ્યા માણસને લાજમ છે, કે માંહોમાંહેની તકરાર અથવા વધે લંવાદ યા પંચથી પતે ત્યાં સુધી પતવે. ભલે તેમાં નુકસાન થતું હોય તે તે ખમવું.
અર્થનો અનર્થ કરનાર પટેલના પુત્રનું દૃષ્ટાંત , - પેટલાદમાં હઠી પટેલ કરીને કણબી રહેતે હું, તે એની નાતમાં ડાહ્યા માણસ તરીકે ગણાતે હતા. ચાર માણસમાં તેને પૂછયું હતું.
હઠી પટેલને ભારે મંદવાડ આવ્યું. મરણની તૈયારીમાં હતું તે વખતે તેને ફિકર થઈ કે મારે એકને એક છોકરે મારું નામ રાખશે કે નહિ! તેથી ઊંડે નિશ્વાસ મૂક્યું. આથી પટેલના છોકરાએ પોતાના બાપને પૂછયું, “બાપા, આટલે બધે નિધાસ શા કારણે મૂક પડે? તમને શી વાતનું દુઃખ છે? શું કાંઈ કસર વધારે જણાય છે?”
બાપે કહ્યું, “બેટા, મંદવાડની કસર હોય કે ન હોય, તેની હું ચિંતા કરતું નથી. કારણકે એક વખત મરવું તે છેજ. તો પછી વહેલું મરવું તે એ
| કેતુકમાળા,