________________
પરિ છે,
હું જાહ-અધિકાર. મહાજન તે માબાપ છે પણ મારી ખીંટી નહિ ફરે.
કાઠીઆવાડના એક ગામમાં એઇડ કરીને વાણીઓ રહેતા હતા. તેની સામે એકજ ફળીઆમાં રામા વાણિઆનું ઘર હતું. ફળીઆની જમીન બંનેની ખુલ્લી હતી. એ જમીનમાં ઈમારત ચણાવવાના ઇરાદે ઘડે ખીંટી મારી. આથી રામા વાણીઆના હકની જમીન દબાઈ, તેથી તેણે એકદમ કોર્ટમાં જઈ રૂપાની ગોળીની વઢવાડ નહિ કરતાં અગાઉની કહેવાતી સરસ રીત મુજબ પોતાના મહાજન આગળ ફરીઆદી કરવાનો નિશ્ચય કર્યો. જેની કસૂર હશે, તેને મહાજન કહેશે; એટલે પછી દરબારમાં ફરીઆદ કરવાની જરૂર રહેશે નહિ. આ વિચાર કરી મહાજન પાસે ફરીઆદ ગયે. મહાજને રામાની વાત સાં. ભળી. એ તકરારી જગ્યાએ આવી તપાસ કરી તે માલૂમ પડયું કે ઓઘડ વાણિઆની ખીંટીથી રામાની જમીન દબાય છે, એ વાત ખરી છે. તેથી એઘડને બોલાવી કહ્યું, “આ ખીંટી ગેરવ્યાજબી મારી છે, માટે ફેરવીને (અમુક જગ્યા બતાવીને) આ ઠેકાણે ખોડ.” દાડ કહે, “ના, માબાપ એમ થાય નહિ, મેં બરાબર જગ્યાએ મારી હદમાં ખીંટી મારી છે.”
મહાજન—તારું કૃત્ય તદન ખોટું છે, તે ખરું થવાનું નથી. અમે તે તારા સારા માટે કહીએ છીએ. રામે જે દરબારમાં ફરીઆદ કરશે તે તને ડુંગળી ને ખાસડાં બંને મળશે. ખીંટી તે ફરશે, પણ ઉલટું તેનું ખર્ચ પણ આપવું પડશે. તેમજ તારે પણ ખર્ચ થશે, ને બેટી થવું પડશે, માટે ખીંટી ફેરવ.
ઘડ—પણ તેમ મેં જમીન દબાવી નથી. મહાજન–તું જાણે છે? પંચ કહે તે પરમેશ્વર, આમાં અમારે શે સ્વાર્થ છે? ત્રાહિત દાવે આ મહાજન તારે ઘેર કહેવા આવેલ છે, માટે માનવું જોઈએ.
એઘડ–હા, હા, એ બધું હું સમજું છું. મહાજન તે મારા મુરબ્બી છે, ' પણ ખીંટી વ્યાજબી જગ્યાએજ છે, માટે ત્યાં રહેવી જોઇએ.
મહાજન–અરે મૂર્ખ ! તું મહાજનને હુકમ નથી ઉઠાવતે તેમાં તને નુકસાન છે, મહાજનવગર તારા ફાયદામાટે બીજું કશું કહેવા આવે એમ છે? માટે મહાજન કહે તેમ કરવું પડશે. ચાલ, ઉઠ, ખીંટી ફેરવ.
ઘડ–મહાજન તે મારા મહેમાન. માથાના મુગટ છે. અરે, વધારે તે શું કહું, “મહાજન તો માબાપ છે, પણ મારી ખીંટી નહિ ફરેઝ
------------
૧ કેતુકમાળા. ૨ નાખ્ય, દાટ,