________________
૩૧૨
અક્રમ
AAAAAAAAAAAAAAAAAA
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. જે જુગાર રમવામાં પ્રીતિવાળે છે તેને દયા હોતી નથી અને તે દયાવિના અન્યને દુખના કારણરૂપ એવું પાપ મેળવે છે અને તેથી તે જીવ નરકની ખાણમાં નિવાસ કરે છે. ૭.
પશુનિમાં જવાને સુલભ રસ્તે. पैशुनं कटुकमश्रवासुखं, वक्ति वाक्यमनृतं विनिन्दितम् । वश्चनाय कितवो विचेतनः, पाशवीं तु गतिमेति तेन सः ॥ ८ ॥
જુગારના કારણથી બુદ્ધિહીન એ મનુષ્ય બીજાને છેતરવા સારૂ ચાડી. વાળું, કડવું, અનુચિત, દુઃખરૂપ અને નિંદિત એવા અસત્ય વાક્યને ઉચ્ચાર (ઠગબાજી) કર્યા કરે છે અને તેથી તે જુગારી મનુષ્ય બીજા જન્મમાં પણ પશુની યુનિ મેળવે છે. ૮.
નિંદામાં અગ્રેસર થવા માટે પૂરતું સાધન. अन्यदीयमविचिन्त्य पातकं, निघृणो हरति जीवितोपमम् । द्रव्यमत्र कितवो विचेतनस्तेन गच्छति कदर्थतां चिरम् ॥ ९॥
જુગારના કારણથી કપટી, બુદ્ધિહીન, નિર્દય એ મનુષ્ય પાપનો વિચાર ન કરીને બીજાનું જીવતર જેવું પ્રિય એવું જે ધન તેની અત્ર ચોરી કરે છે અને તેથી લાંબા સમય સુધી નિંઘપણને પામે છે એટલે જગમાં નિંદાને પાત્ર થાય છે. ૯.
ઘતથી પરસ્ત્રીમાં આસક્તિ. श्वभ्रदुःखपटुकर्मकारिणी, कामिनीमपि परस्य दुःखदाम् । धूतदोषमलिनोऽभिलष्यति, संमृतावटति तेन दुःखितः ॥ १० ॥
જુગારના દોષથી મલિન એ મનુષ્ય નરકની ખાણુના દુઃખનું કાય કરવામાં ચતુર અને દુઃખને આપવાવાળી એવી બીજાની સ્ત્રીને પણ ઈચ્છે છે અર્થાત્ પરસ્ત્રીમાં આસક્ત થાય છે અને તે દુકૃત્યથી સંસારમાં અનેક નિ એમાં ભ્રમણ કર્યા કરે છે અને દુઃખી થાય છે. ૧૦.
સંસારમાં જન્મ થવાનું કારણ. जीवनाशनमनेकधा दधद्, ग्रन्थमक्षरमणोद्यतो नरः । स्वीकरोति बहुदुःखमस्तधीस्तत्पयाति भवकाननं यतः ॥ ११ ॥