________________
VUKHAAAAAAAAAAAAA
પરિષદ, મિથ્યાત્વ-અધિકાર
અવિનાશી સુખનું ઉત્તમ સાધન.
મા (૨ થી ૬) देवेहिं दाणवेहिं ण सुउ मरणा उरुक्खिओ कोवि ।
दिढकयाजणसम्मत्ता बहुविह अजरामरंपत्ता ॥२॥ દરેક જીવને સર્વ ભય કરતાં મરણ ભય વધારે કઠિન જણાય છે, તેના નિવારણમાટે કુદેવની પૂજા કરે છે પણ તે કુદે મૃત્યુને નાશ કરવાને સમર્થ નથી, માટે કૂદેવેનું પૂજન કરવું તે નિષ્ફળ છે. તેથી રાગદ્વેષથી રહિત સર્વજ્ઞ અરિહંત દેવ ઉપર શુદ્ધ શ્રદ્ધા રાખવાથી (સેવા કરવાથી) મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે ત્યાં જીવ અવિનાશી સુખ ભેગવે છે. એ ઉપરથી એમ સમજાય છે કે જિનેન્દ્ર ભગવાન મરણુભયનું નિવારણ કરી શકે છે. ૨.
મિથ્યાત્વને મહિમા जह कोविवेसारत्तो मुसिज्जमाणो विमण्णए हरसं । — तह मिच्छवेसमुसिया गय पि ण मुण्णन्ति धम्मतिहिं ॥३॥ જેમ કે વેશ્યાસક્ત પુરૂષ તીવરાગના ઉદયથી પિતાના ધનને છેતરીને કોઈ વેશ્યા લઈ જાય છે તે પણ આનંદ માને છે તેમ જીવ મિથ્યા વેષધારીઓવડે છેતરાવાથી પિતાના ધર્મરૂપી ધનને નાશ થાય છે તે જાણતા નથી. ૩.
ધર્મની ખરી ઓળખાણ लोयपवाहे सकुलकम्ममि जहो दू मूढ धम्मुत्ति ।
ता मिच्छाण वि धम्मो धकाइ अहम्मपरिवाडी ॥४॥ હે મૂઢ! જે લેકની ચાલતી રૂઢિ પ્રમાણે અથવા કુળની પરંપરા પ્રમાણે ધર્મ ગણાતું હોય તે પ્લેચ્છ કુળમાં હિંસા થાય છે ને તે હિંસા જે ધર્મ તરીકે સ્વીકારવામાં આવે તો પછી અધર્મ કોને કહે? માટે આવા કારબનેલીધે લેકરૂઢિથી કે કુળ પરંપરાથી ધર્મ માનવે નહિ પણ શુદ્ધ ધર્મ તે જિનભગવાને કહેલ હોય તેજ ગણાય છે. કદાચ પોતાના કુળમાં સત્યસ્વરૂપ જેનધર્મ પાળવામાં આવતા હોય અને તે કુળની પરંપરાને લીધે તે જૈનધર્મનું સેવન કરવામાં આવે છે તે વિશેષ ફળદાતા નથી, માટે જિનાગમને અનુસરી પરીક્ષાપૂર્વક નિર્ણય કરી જૈનધર્મ ધારણ કરવું જોઈએ. ૪,