________________
૨૬૧
પરિષદ. માંસમિતિ-અધિકાર વળી
हिरण्यदानं गोदानं, भूमिदानं तथैव च ।
अभक्षणं च मांसस्य, न च तुल्यं युधिष्ठिर ॥ ४ ॥ હે રાજા ધર્મ ! સુવર્ણનું દાન, ગાયનું દાન, તેમજ પૃથ્વીનું દાન આ બધું એક તરફ અને બીજી તરફ માંસનું ભક્ષણ ન કરવું તે આ બન્ને કદી સમાન થઈ શકતું નથી અર્થાત્ માંસત્યાગી મનુષ્યનું પુણ્ય વધી જાય છે. ૪. તે પ્રમાણે –
कपिलानां सहस्रं तु, मासे मासे गवां ददौ ।
अभक्षणं च मांसस्य, न च तुल्यं युधिष्ठिर ॥ ५॥ હે રાજા યુધિષ્ઠિર ! એક મનુષ્ય માસે માસે હજાર કપિલા ગાયનું દાન આપ્યું હોય અને બીજા માણસે માંસનું ભક્ષણ ન. કર્યું હોય તે તે બન્ને જણનું પુણ્ય સમાન થતું નથી, એટલે માંસત્યાગીનું પુણ્ય વધી જાય છે. પ.
માંસ ત્યાગીને તીર્થનું ફળ. श्रूयन्ते यानि तीर्थानि, त्रिषु लोकेषु भारत ।
तेषु प्रामोति स स्नानं, यो मांसं नैव भक्षयेत् ॥६॥ છે ભારત! જે મનુષ્ય માંસનું ભક્ષણ નથી જ કરતે તે દિવસે દિવસે) ત્રણે લોકમાં જે તીર્થો શ્રવણુગોચર થાય છે તેમાં સ્નાનથી ઉત્પન્ન થતા ફળને મેળવે છે. ૬.
માંસ ત્યાગવાથી સ્વર્ગની પ્રાપ્તિ. यो भक्षयिखा मांसानि, पश्चादपि निवर्तते ।
यमस्वामी युवाचेदं, सोऽपि स्वर्गतिमाप्नुयात् ॥ ७ ॥ જે મનુષ્ય (પ્રમાદથી) પ્રથમ માંસનો આહાર કરીને પછી પણ નિવૃત્ત થાય છે એટલે માંસભક્ષણને ત્યાગ કરે છે તે પણ સ્વગની ગતિને પામે છે આ વાક્ય યમ સ્વામીએ નક્કી કર્યું છે. ૭. માંસનો ઉપયોગ નહિ કરવા માટે વસિષ્ઠ ઋષિને અભિપ્રાય.
'यावजीवं च यो मांस, विषवत् परिवर्जयेत् । वसिष्ठो भगवानाह, स्वर्गलोकेषु संस्थितिम् ॥८॥
grળ,