________________
પરિ છે.
મનિષેધ-અધિકાર.
૨૬૫
મદિરાથી મત્ત થયેલે મનુષ્ય ક્ષણમાત્રમાં પ્રાણીઓની હિંસા કરવા માંડે છે અને સહન ન થઈ શકે તેવું અસત્ય વાકય લે છે. તેમ બીજાની સ્ત્રી તથા ધનને પણ ઈચ્છે છે. એમ મદિરાના મદથી આકુળ થયેલે માનવ શું કરતે નથી? ૮.
મદિરાથી અધમ સ્થિતિ, व्यसनमेति जनैः परिभूयते, गदमुपैति न सत्कृतिमश्नुते । भजति नीचजनं व्रजति क्लमं, किमिह कष्टमियति न मद्यपः ॥ ९॥
મદિરાપાન કરનાર માનવ દુઃખને પ્રાપ્ત થાય છે અને મનુષ્યથી પણ પરાભવ (હાર)ને પામે છે. તેમ (અનેક જાતના) રોગને પ્રાપ્ત થાય છે તથા પૂર્વના પુણ્ય હોય તે તેને ભેગવી શકતું નથી. નીચ મનુષ્યને (મિત્રભાવે) ભજે છે અને પરિણામે (અત્યંત) થાકને પામે છે. (ટુંકામાં કહેવાનું કે) મદિરા પીનાર મનુષ્ય અહીં ક્યા દુખને પામતે નથી? ૯.
प्रियतमामिव पश्यति मातरं, प्रियतमां जननीमिव मन्यते । प्रचुरमद्यविमोहितमानसस्तदिह नास्ति न यत्कुरुते जनः ॥१०॥
મદિરાથી મત્ત થયેલે મનુષ્ય પોતાની જનયિત્રી માતાને બહાલી સ્ત્રીની માફક દેખે છે અને વહાલી સ્ત્રીને માતાની માફક માને છે. કારણકે તેનું મન ઘણા મદિરોના પાનથી મેહિત થઈ ગયું છે. માટે તે મનુષ્ય જે કુકમ ન કરે તેવું અહીં એક પણ કુકર્મ નથી અર્થાત્ તે દુષ્ટ પ્રાણ તમામ કુકર્મો કરે છે. એ ભાવ છે. ૧૦.
મદિરાથી વિભ્રમ. अहह कर्मकरीयति भूपति, नरपतीयति कर्मकरं नरः । जलनिधीयति कूपमपानिधि, गतजलीयति मधमदाकुलः ॥ ११ ॥
(અહહ) ખેદ છે કે–મદિરાના મદથી આકુળ થયેલે મનુષ્ય રાજાને કિંકરની માફક જુએ છે અને નેકરને રાજાની માફક દેખે છે તેમ કૂવાને સમુદ્ર તુલ્ય માને છે અને સમુદ્રને પાણી વગરને ધારે છે. આમ મદિરામત્તને સર્વ પદાર્થ અન્ય રીતેજ ભાસે છે..૧૧.
મદિરામત્તને કુરકુરીયા સાથે મિત્રતા निपतितो वदते धरणीतलं, वमति सर्वजनेन विनिन्यते । મરિયમને પતિ , પત રત જ પૂ . ૨૨ |
૩૪