________________
જગકર્તા-અધિકાર.
૨૨૩
લવિદત્તરાધિકાર. [ 4 -
$$ તાના ધર્મના ખરા સિદ્ધાંતે જેઓના ધ્યાનમાં નથી રહેતા તેઓ છેeી ધર્મ જેવા દેખાતાં મિથ્યામાં ફસાઈ છે તેથી ધર્મના ખરા સિઢાતે કેમ લક્ષમાં લેવા જોઈએ તે બતાવવાનો એક નમૂના તરીકે આ અધિકાર લેવામાં આવે છે.
અકસ
પ્રશ્ન–હે મહારાજ! આત્માદિક પદાર્થના આદિને અત્યંત અભાવ સિદ્ધ હોવાથી જગતને સૃષ્ટિવાદ સર્વથા ટકી શક્તા નથી પણ આ જગત ઈશ્વરકૃત છે' એમ દુનિયામાં પ્રસિદ્ધ છે તે તેને સર્વથા નિષેધ કેમ કરી શકાય? પ્રભૂતકાળ અગાઉ ઈશ્વરે આત્માદિક જગતના પદાર્થો રચ્યા છે, તેથી કંઈ તેને આદિ જાણી શકતું નથી, તેને લીધે અનાદિ કહેવાય છે. પણ ઈશ્વરે જે કાળે જીવાદિ રચ્યા તે કાળની અપેક્ષાએ તો તે સાદિ છે, પણ અત્યંત અને નાદિ નથી—એમ માનવામાં કાંઈ દોષ છે?
ઉત્તર–હે ભવ્ય! જે તમારા કહ્યા પ્રમાણે અતિ પ્રભૂતકાળ પહેલાં પણ ઈશ્વરે આત્માદિક પદાર્થ બનાવ્યા હોય તે તેમ માનવામાં મેક્ષના અભાવ વિના બીજી કોઈ હરક્ત નથી. કેમકે ઈશ્વર કૃતને ઈશ્વર કૃત માનવાથી તે સત્યવાદ થાય અને તે સત્યવાદ અમારે ઈષ્ટ છે. પરંતુ તે જગકર્તા પિતે કયા કાળે થયા? કયા કાળે તેણે જગત રચ્યું? અને તે કોણે જાણ્યું? એટલા મહાન કાળની વાત આજપર્યત શી રીતે આવી? એ સર્વને ઉત્તર આપે. આના જવાબમાં કદી તમે કહેશે કે “જગના કર્તા ઈશ્વર ક્યારે થયા? એ સવાલ જ થઈ શકતું નથી, કારણકે, જગતકર્તા ઈશ્વર તે સદા વિદ્યમાન છે. કેઈ કાળે તે ન હતા એમ નથી. તે હે ભદ્ર! એ તમારું કથન અઘટિત ગણાશે. કેમકે જગકર્તા સર્વદા વિદ્યમાન હોવાથી તે તો અત્યંત અનાદિ થયા અને જગત તો તમે સાદિ કહો છો, ત્યારે પ્રથમ જગત વિના એકલા ઇશ્વર કેટલા કાળસુધી રહ્યા ? અને જે જગતું ન હતું તે તે ઈશ્વર કોના હતા? કેમકે સેવક વિના તે સ્વામી કહેવાતા નથી. વળી તે ઈશ્વર શુદ્ધ છે કે અશુદ્ધ? જે શુદ્ધ હોય તે જગત્ની રચના કરવારૂપ દોષજાળમાં તે પ્રવર્તે નહિ. જગત્ સુખદુઃખમય હોવાથી તે વિષમ છે અને વિષમ વસ્તુ રાગદ્વેષ વિના કહી શકાય નહીં ને જ્યાં રાગદ્વેષ હોય ત્યાં સર્વ દેષ હોય, તે પછી
* તવવાર્તા.