________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે.
અષ્ટમ કરવા સારૂ આ અધિકારમાં યુક્તિ પ્રયુક્તિથી તેઓના મંતવ્યનું ચૂર્ણશઃ ખંડન કરવામાં આવે છે.
માંસભક્ષણ કરનાર મનુષ્યકરતાં હિંસક પ્રાણું સારાં છે.
મનુષ્યY (-૨). मांसाशने न दोषोऽस्तीत्युच्यते यैर्दुरात्मभिः ।।
व्याधगृध्रकव्याघ्रशृगालास्तैर्गुरूकृताः ॥१॥ જે દુરાત્માએ માંસભક્ષણમાં દેષ નથી એમ કહે છે તેઓએ પારાધી, ગ્રુધ, નહાર, વાઘ અને શિયાળ જેવા હિંસક જીને પોતાના કરતાં ઉત્તમ પંક્તિમાં મૂક્યા છે અર્થાત મનુષ્ય ઉત્તમ હોવા છતાં જે માંસ ભક્ષણ કરે છે તે તેવા હીન પંક્તિના છ કરતાં પણ હીન ગણાય છે. ૧.
માંસ અને અન્ન સમાન નથી. यस्तु प्राण्यङ्गमात्रखात्माह मांसौदने समे । स्त्रीखमात्रान्मातृपल्योः , स किं साम्यं न कल्पयेत् ॥ २॥
एतौ कस्यापि. જે મનુષ્ય દરેક વસ્તુ પ્રાણીઓના અંગ માત્રથી જ બની છે એમ દર્શાવી માંસને તથા ચેખા (ભાત) ને સમાન કહે છે તે (પામર) પ્રાણી માતામાં અને પોતાની સ્ત્રીમાં સમાનતાની કલ્પના કેમ નહિ કરે? અર્થાત તે બન્નેની સમાનતા કઈ પણ કાળે ગણાવી શકાય તેમ નથી. ૨. અન્નાદિના આહાર કરનારને સ્થાવર પ્રાણુઓની હિંસાનું પાપ એક વાદી જણાવે છે તેના પ્રત્યે કવિ પોતાનું વક્તવ્ય બતાવે છે.
ઉપનાતિ (૩ થી ૮). आहारभोजी कुरुते न मोदं, नरो वधे स्थावरजङ्गमानाम् । तस्यापि तस्मादुरितानुषंगमित्याह यस्तं प्रतिवच्मि किश्चित् ॥ ३ ॥
ખા વિગેરે અનાજને આહાર કરનાર મનુષ્ય સ્થાવર જંગમ પ્રાએના નાશમાં આનંદ માનતું નથી તે પણ તેને (અન્નહારીને) પણ