________________
પરિ છે. માંસનિધિ-અધિકાર
૨૪૭ સંસારમાંથી છુટવાના (મેક્ષના) કારણભૂત વિઘા, દયા, સંયમ, સત્ય, શાચ, ધ્યાન, વ્રત, જ્ઞાન, દમ, ક્ષમા આદિ સમગ્ર ગુણે પલાશીને (માંસાથીને) હોતા નથી (તેમાં વિદ્યાદિ ગુણો વાસ કરતા નથી). ૨૩, તથાचिरायुरारोग्यसुरूपकान्तिप्रीतिप्रतापपियवादितायाः। गुणा विनिन्यस्य सता नरस्य, मांसाशिनः सन्ति परत्र नेमे ॥ २४ ॥ સજનથી નિદિત માંસાશીને પુનર્જન્મમાં લાંબુ આયુષ, આરોગ્ય, સારૂંરૂપ, કાન્તિ, લેકેની તેમના પ્રત્યે પ્રીતિ, પ્રતાપ (સામર્થ્ય) અને વા"ણમાં મધુરતા વિગેરે ગુણો હોતા નથી.
સારાંશ—તેઓ કાંતિ વખતે વખત ગર્ભમાં આવીને પડી જાય, જમે તે રોગી રહે, તેમાં પણ કાણા-કુબડા-લુલા ઠુંઠા આદિ વિકૃતિવાળા હોય, નિસ્તેજ હોય, કેની તેમની તરફ પ્રીતિ ન હોય અને વાયથી પણ કોણે ઘડે ને કરડકણે તેવા ઉદ્દભવે. ૨૪.
ધર્મરૂપી વૃક્ષનું નિર્મલન. धर्मद्रुमस्यास्तमलस्य मूलं, निर्मूलमुन्मूलितमङ्गभाजाम् । शिवादिकल्याणफलपदस्य, मांसाशिना स्यान कथं नरेण ॥ २५ ॥
શું માંસભક્ષી પુરૂષે દેહધારીઓનું મોક્ષાદિ કલ્યાણકુળપ્રદ શુદ્ધ ધર્મ, વૃક્ષનું મૂળ ઉખેડી નથી નાખ્યું? જે શરીરથી ધર્માચરણ કરી અનુક્રમે મેક્ષને પહોંચાય છે તે રસ્તે છેડી માંસાહાર કરે ત્યારે ત્યાં પહોંચવાની વક્કી રહીજ કયાં? કે જે ઝાડનું પિષણ કરવું જોઈયે તેમને બદલે તેમનું મૂળજ ઉખેડી નાખ્યું છે જેથી પાછું જન્મેજ નહિ. ર૫.
માંસભક્ષણ, ઝેરકરતાં પણ દુઃખદાયક છે. वरं विषम्भक्षितमुग्रदोषं, यदेकवारं कुरुतेऽसुनाशम् । " માં મહાકુવકનેવાર, રાતિ નપું મના િતા . ૨૬
ઉગ્ર દેષયુક્ત ઝેર ખાધેલું સારું છે જે એક વાર જ પ્રાણુ નાશ કરે પરંતુ મનથી પણ ખવાયેલું માંસ અથવા માંસ ખાવાને કરેલે વિચાર પણ મનુષ્યને ચિરકાલ પર્યન્ત મહા દુખ આપે છે. ૨૬.