________________
૨૪૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ---ભાગ ૨ . અષ્ટમ
न ध्यानन्नैव च स्नानन्न दानन्नापि सक्रिया।
सर्वे ते निष्फला यान्ति, यस्तु मांसम्प्रयच्छति ॥ २० ॥ જે માંસ આપે છે તેનાં ગંગાજી, કેદારનાથ, પ્રયાગરાજ પુષ્કરરાજઆદિમાં કરેલાં તીર્થસ્નાન, જ્ઞાન, હોમ, તપ, જપાદિ કિયા, ધાન, સ્નાન, દાન, સત કિયાદિ કમેં જે કર્યો હોય તે સમગ્ર વ્યર્થ જાય છે અને તેને કોઈ પણ તે કર્મો કર્યાનું ફળ મળતું નથી તે પછી ખાનારાને માટે તે શું જ કહેવું? ૧૯-૨૦.
ત્રણ દેવના નિવાસને નિર્ણય. अस्थि वसति रुद्रश्च, मांसे वसति केशवः । शुक्रे वसति ब्रह्मा च, तस्मान्मांसन्न भक्षयेत् ॥ २१॥
પુરાણ. હાડકાંમાં રૂદ્ર વસે છે, માંસમાં કેશવ વસે છે, વીર્યમાં બ્રહ્મા વસે છે માટે દેવમય હોવાથી માંસ ન ખાવું.
સારાંશ-બ્રહ્મા ઉત્પાદક શક્તિ છે જેથી વયમાં તેમનું આધિપત્ય હોવું જોઈએ વિષ્ણુ તે પિષક શક્તિ છે જેથી પ્રાણીઓનું પિષક માંસ છે, જે શરીરમાં માંસ એાછું થાય તો જીવિતની ધાસ્તી રહે માટે તેમાં આધિપત્ય વિષ્ણુનું છે અને સર્વના નિયામક શક્તિ તે શંકર છે જેથી શરીરનું સર્વ રીતે સંરક્ષણ કરનારે હાડકાંને ભાગ છે માટે જ તેમાં રૂદ્રનું આધિપત્ય ઘટે છે. ૨૧.
ઉ૫જ્ઞાતિ (૨૨ થી ૩૦). तनूद्भवं मांसमदन्नमेध्यं, कृम्यालयं साधुजनप्रनिन्धम् ।। निस्त्रिंशचित्तो विनिकृष्टगन्धं शुनीविशेष लभते कथन्न ॥ २२ ॥
સપુરૂષોએ નિંદવા લાયક, કીડાના નિવાસસ્થાન ભૂત, અગ્ય, (જેવાથી પણ ખેદ જનક) દુર્ગધિવાળું, શરીરથી ઉદ્દભવેલું માંસ ખાનાર નિષ્ફર (ભાલાં જેવા) અન્તઃકરણવાળે શું કૂતરાની જાતિ ન ગણાય? ગણાયજ. કારણકે તેવું માંસ કુતરે ખાય છે. આથી આમ સુચવન છે કે જીવતાં પ્રાણુઓનું તે નહિ પણ મુએલાંઓનું પણ નિષિદ્ધ છે. ર૨.
માંસાહારીને સગુણની અપ્રાપ્તિ विद्यादयासंयमसत्यशौचध्यानव्रतज्ञानदमक्षमायाः । संसारनिस्तारनिमित्तभूताः, पलाशिनः सन्ति गुणा न सर्वे ॥ २३ ॥