________________
૨૨૪
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ ને.
અમ
તેવા જગના રચનારા ઈશ્વર શુદ્ધ કહેવાય નહિ. જો તેને અશુદ્ધ કહેતા હૈ। તા તે પણ આપણા જેવા કર્માંવશ ર્યાં. ટી તમે એમ કહો કે “ઈશ્વર તેા ઇચ્છામાત્રથીજ જગત્ રચેછે તેથી તેને કાંઇ લેપ લાગતા નથી,” પણ ઇચ્છા-અભિલાષરૂપ હાયછે, અભિલાષ તે રાગ છે ને રાગ, દ્વેષ વિના હાય નહિ, • અને રાગદ્વેષ તેજ આત્માની અશુદ્ધિ છે અને એવી અશુદ્ધિવાળા તે રિ કેમ કહેવાય ? આ પ્રમાણે ચક્ર દોષ, આવ્યા કરશે, તેથી જગત્કર્તા ઈશ્વર કઈ રીતે સિદ્ધ થવાના નથી. વળી જગત્ રચવાનાં ઉપાદાન પણ મળી શકવાનાં નથી, ઘટનું ઉપાદાન મૃત્તિકા છે, તેના વિના ઘટ નીપજતા નથી; તેમ જગન્ના ઉપાદાન વિના જગત્ પણ નિપજી શકશે નહિ. એ બધાં કારણેાથી અનાદિ સ્વભાવ સિદ્ધ જગત્ માનવું એજ નિર્દાષવાત છે.
પ્રશ્ન—હે મહારાજ ! આપે ઉપરના પ્રશ્નના ઉત્તરના પ્રારંભમાં કહ્યું કે જગના કર્તા ઈશ્વર માનવામાં મેાક્ષના અભાવના ખીજી કાંઇ હરક્ત નથી ' તે આત્માદિક પદાર્થો ઈશ્વરકૃત માનવાથી મોક્ષને અભાવ કેવી રીતે થાય ?
ઉત્તર-હે ભવ્ય ! પરમાર્થથી મેક્ષ તે અનાદિ સ્વાભાવિક સ કાળ સ્થાયી એવા વાસ્તવિક આત્માનેજ હાયછે. તે આત્મા જે ઈશ્વરના કરેલા હાય તા તે વાસ્તવિક ન કહેવાય, કૃત્રિમ છે માટે. અને કૃત્રિમ તે કોઇ કાળે અવશ્ય નાશ પામે છે તેમ. અને જે જીવ નાશ પામે તેાપછી મેાક્ષ કેણુ પામે? પામનારનેાજ અભાવ થવાથી કાઇ નહિ પામે અને તેમ નહિ થવાથી મેાક્ષાર્થે કરાતી તપ સયમ દાનાદિ કષ્ટ ક્રિયા સ ત્ય થશે. કેમકે વરનું મૃત્યુ થવાથી વિવાહુસામગ્રી નિષ્ફળ થાયછે. એ રીતે કૃત્રિમ આત્માને મેક્ષના અભાવ આવી પડશે. તેથી એમ કહ્યું છે કે મેાક્ષના અભાવિના ખીજી હરકત નથી.
આવીજ રીતે પોતાના ધર્મના ખરા સિદ્ધાંત ધર્મનાં પુસ્તામાંથી, સારા ઉપદેશકેાની પાસેથી અને ગુરૂની પાસેથી સમજવાની પ્રવૃત્તિ કરવી જોઇએ. કારણકે ધર્માંરહસ્ય નહિ સમજનાર હિંસાદિક દોષતરફ વલણ કરેછે એ અયાગ્ય છે તે ખતાવવા આ જગત્કર્તા અધિકાર પછી હિંસાદેષ-અધિકાર તરફ્ ધ્યાન ખેંચવામાં આવેછે.
R