________________
૬ર વ્યાખ્યાન સાહાસ બહુ ભાગ ૨
જે (શ્રાવક) સ્તબ્ધ થઈ છિદ્ર જેતે રહે, ભૂલચૂક વારવાર ગાયા કરે, તે સ્ત્રી સમાન શ્રાવક જાણ તે સાધુઓને તૃણ તુલ્ય ગણે છે. ૧૦.
ચંચળ દવારૂપ કુશ્રાવકની ગણના. पवणेण पडागा इव, भामिज्जइ जो जणेण मूढेण ।
अविणिच्छिय गुरुवरणो, सो होइ पडाइयातुल्लो ॥ ११ ॥ જે પવનથી હલતી ધજાની માફક મૂઢ જનોથી ભરમાઈ જાય તે ગુરૂના વચનપર અપૂર્ણ નિશ્ચયવાળો હેવાથી પતાકા સમાન છે. ૧૧.
ખરંટ શ્રાવક. .उम्मगदेओ निन्हवो ऽसि मूढो सि मंदधम्मो सि ।
इह सम्मपि कहतं, खरंटए सो खरंटसमो ॥ १२ ॥
જે ગુરૂએ સાચું કહ્યા છતાં પણ કહે કે તમે તે ઉન્માર્ગ બતાવે છે, નિદ્ભવ છે, મૂઢ છો, મંદ ધમી છે એ રીતે ગુરૂને ખરડે તે ખરંટ સમાન શ્રાવક જાણજે. ૧ર. તથા
जह सिढिल मशुइदव्वं, छुप्पंतपि हु नरं खरंटेइ ।
एव मणुसासगंपि हु, दूसन्तो भन्नइ खरंटो ॥ १३ ॥ જેમ ગંદુ અશુચિ દ્રવ્ય છુપાવનાર (અશુચિ દ્રવ્યગ્રાહી) માણસને બરડે છે, તેમ જે શિક્ષા દેનારને પણ ખરડે તે ખરંટ કહેવાય. ૧૩.
- મિથ્યાત્વી. निच्छयओ मिच्छती, खरंटतुल्लो सवतितुल्लो वि।। ववहारओ उ सट्टा, वयंति जंजिणगिहाईसु ॥ १४ ॥
धर्मरत्नप्रकरण-भाग प्रथम. ખરંટ સમાન અને શક્યસ્ત્રી સમાન શ્રાવક નિશ્ચય થકી તે મિથ્યાત્વી છે, તો પણ વ્યવહારથી શ્રાવક ગણાય છે, કેમકે તે જિનમંદિર વગેરેમાં આવે જાય છે. ૧૪.
જેનસિદ્ધાંતનું રહસ્ય સમજ્યા વિના શાસ્ત્રતરફ તથા ધર્મગુરૂઓ તરફ બેદરકારી બતાવે એને કશ્રાવક જાણવો એમ સમજાવી ધર્મનું રહસ્ય એળખવા જગતકર્તાતરફ દૃષ્ટિ બિંદુ ફેરવવા આ કુશ્રાવક અધિકાર લઈ તેની સમાપ્તિ કરવામાં આવે છે.