________________
ફેક વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨. અમે આપી ગાંગેયે (ભીમે) તે શાન્તનુ નામના રાજાને મૃગયા કાર્યથી અટકાવ્યા. ૬.
મૃગયામાં આસક્ત મનુષ્ય શું શું નથી કરતા? पापर्द्धिस्तनुमद्वधोज्झितघृणः पुत्रेऽपि दुष्टाशय
श्चण्डः खाण्डवपावकादपि मुधा कं कं न हन्याज्जडः। किं बाणेन जरासुतो वनगतो विव्याध नो बान्धवं, प्रापोच्चमुनिघातपातकभरं किं नाजराजागजः ॥ ७॥
एते कस्यापि. દેહધારી જીના વધમાં જેણે દયાને છેડી દીધી છે તે માણસ પુત્રમાં પણ શુદ્ધ અન્તઃકરણવાળ નથી. ખાંડવ વનને દાહ કરનાર અગ્નિથી પણ પ્રચંડ (ઉગ્ર) એ જડ તે પારાધી નિરર્થક કોને કોને હણતો નથી? અર્થાત્ ગમે તેને હણી નાખે છે, ત્યાં દષ્ટાન્ત કહે છે કે–વનમાં ગયેલા જરાકુમારે પિતાના બધુ શ્રી કૃષ્ણને શું બાણથી નથી માર્યો? તેમ મુનિ એવા શ્રવની હત્યાનું મોટું પાપ શું દશરથ રાજાને નથી લાગ્યું? ૭.
મૃગયા વિહારીને પુષ્કળ ઉપદેશ આપી એટલે હિંસા ન કરવી એમ વારંવાર સમજાવી આ મૃગયા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
-
હિમારું–અધિકાર.
.
હિંસા કરવાથી પાપ લાગે છે અને તેનાથી જે ફળ ઉત્પન્ન થા
હs ય છે તે આ અધિકારમાં બતાવવા તથા “હિંસા” એSS S ટલે નિરપરાધિ પ્રાણીઓને ઘાત કેટલાક વામમાર્ગી વિ
ઈ દ્વાને શાસ્ત્રોનું પ્રમાણ આપી કરે છે અને અન્યને તે કાર્યમાં જોડી રહ્યા છે તેઓને યમપુરીમાં કેટલું સંકટ વેઠવું પડશે? ઇત્યાદિ જણાવવા સારૂ આ અધિકારનો આરંભ કરવામાં આવે છે.
* જરાકુમારે શ્રી કૃષ્ણને મુગ જાણીને મારેલ છે.