________________
૧૮૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે.
અષ્ટમ પ્રાણેને નાશ કરવામાં સમર્થ એવા ઝેરનું ભક્ષણ કરવું સારું. સિંહાદિ હિંસક પ્રાણીઓ જેમાં વિદ્યમાન છે એવું વન સેવવું (એટલે એવા વનમાં જઈને રહેવું) તે પણ સારું. અગ્નિની જ્વાળાઓમાં પ્રવેશ કરે તે પણ સારું. પરંતુ મિથ્યાત્વથી યુક્ત એવું મનુષ્યનું જીવતર સારું નહિ. ૧૯. સિંહાદિ માણી કરતાં પણ મિથ્યાત્વરૂપી શત્રુને વધારે દૂર જાણ. करोति दोषं न तमत्र केसरी, न दन्दशूको न करी न भूमिपः ।
अतीव रुष्टो न च शत्रुरुद्धतो यमुग्रमिथ्यावरिपुः शरीरिणाम् ॥२०॥
ઉષ્ય એવો મિથ્યાત્વરૂપી શત્રુ મનુષ્યના જે દેષને (સંકટને) ઉત્પન્ન કરે છે તે દોષ (દુઃખ)ને સિંહ, ઝેરી સર્પ, મત્તહસ્તી, અત્યંત કે પાયમાન થયેલે રાજા, તથા ઉદ્ધત એવો શત્રુ પણ કરી શકતો નથી.
સારાંશ–સિંહાદિક તે એકજ ભવનું દુઃખ આપી શકે છે, પરંતુ મિથ્યાત્વ તે અનંતભવનું દુઃખ આપે છે, એટલે કે અનંતભવમાં જંતુને ભ્રમણ કરાવનાર. મિથ્યાત્વજ છે. ૨૦. મિથ્યાત્વયુક્ત પુરૂષ શુદ્ધ ચારિત્ર પાળે તે પણ તે સંસારમાંથી
મુક્ત થતો નથી. दधातु धर्म दशधा तु पावनं, करोतु भिक्षाशनमस्तदूषणम् । तनोतु योगं धृतचित्तविस्तरं, तथापि मिथ्याखयुतो न मुच्यते ॥२१॥ મિથ્યાત્વથી યુક્ત એ મનુષ્ય દર્શ પ્રકારે (એટલે જે ક્ષમા વિગેરે દશ પ્રકારને શ્રમણ ધર્મ છે તે પ્રમાણે) પવિત્ર ધર્મનું પાલન કરે. દૂષણરહિત એટલે બેંતાલીશ પ્રકારના દેષરહિત ભિક્ષા માગી ભેજન કરે તથા ચિત્તના વિસ્તારને રૂંધનારા એવા ભેગને ધારણ કરે તે પણ તે મનુષ્ય સંસારથી મુક્ત થત નથી. ૨૧.
મિથ્યાત્વવાળાની સર્વ ક્રિયા નિષ્ફળ. ददातु दानं बहुधा चतुर्विधं, करोतु पूजामतिभक्तितोऽहंताम् । दधातु शीलं तनुतामभोजनं, तथापि मिथ्याखवशो न सिध्यति ॥२२॥
બહુ પ્રકારે ચાર પ્રકારનું દાન (અભયદાન, જ્ઞાનદાન, અન્નદાન, ઔષધદાન) કરે અને અતિ ભક્તિથી અહંતુ ભગવાનની પૂજા કરે, સુંદર શીળને ધારણ કરે અને ઉપવાસ વિગેરે તપસ્યા કરે, તે પણ મિથ્યાત્વથી યુક્ત એ મનુષ્ય સિદ્ધ થઈ શકતું નથી. ૨૨.