________________
૧૮૬
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે.
અષ્ટમ
છે, તેમ જેને શ્રીનિંદ્ર ભગવાનના વચનરૂપી રસાયનનું દર્શન થયેલ નથી તે મનુષ્ય કુતત્ત્વને રસાયન માને છે અર્થાત અતિ મિષ્ટ માને છે. ૨૬.
'મિથ્યાત્વરૂપી ઝેર મનુષ્યોને શું કરતું નથી? ददाति दुःखं बहुधातिदुःसहं, तनोति पापोपचयोन्मुखं मतम् । यथार्थबुद्धिं विधुनोति पावनी, करोति मिथ्याखविषं न किं नृणाम् ॥२७॥
અતિદુરસહ એવા દુઃખનું બહુ પ્રકારે દાન કરે છે અને પાપોના ઉપચય (વૃદ્ધિ) માં ઉન્મુખ થયેલા મતને વિસ્તારે છે તથા પવિત્ર એવી સત્ય બુદ્ધિને નાશ કરી નાખે છે. એમ મિથ્યાત્વરૂપી ઝેર મનુષ્યને શું કરતું નથી? અર્થાત સંપૂર્ણ રીતે અમંગલેને ઉદ્ધવ કરે છે. ર૭.
ભવ્ય લેકે શું કરે છે? अनेकधेति प्रगुणेन चेतसा, विविच्य मिथ्यावमलं सदूषणम् । विमुच्य जैनेन्द्रमतं सुखावहं, भजन्ति भव्या भवदुःखंभीखः ॥२८॥
કુમાતિરસ, આ પ્રમાણે અત્યંત દૂષણવાળા મિથ્યાત્વને સરલ (મધ્યસ્થ) ચિત્તવડે અનેક પ્રકારે વિવેચન કરીને સંસારના જન્મમરણાદિક દુઃખથી ભય પામેલા ભવ્યજીવો તે મિથ્યાત્વને ત્યાગ કરીને સુખને વહન કરનારા (આપનાશ) જિનંદ્રના મતને જ ભજે છે. ૨૮. પ્રભુના ધામમાં જતી વખતે અટકાવનારા મજબૂત કિલ્લાઓ.
शैथिल्यमात्सर्यकदाग्रहक्रुघोऽनुतापदंभाविधिगौरवाणि च । प्रमादमानौ कुगुरुः कुसङ्गतिः, श्लाघार्थिता वा सुकृते मला इमे ॥२९॥
अध्यात्मकल्पद्रुम. સુકૃત્યમાં આટલા પદાર્થો મેલરૂપ છે–શિથિલતા, મત્સર, કદાગ્રહ, ક્રોધ, અનુતાપ, દંભ, વિધિહીનતા, ગૈરવ, પ્રમાદ, માન, કુગુરૂ, કુસંગ અને આત્મપ્રશંસાશ્રવણની ઈચ્છા; આ સર્વ પુણ્યમાં મેલરૂપ છે. - ભાવાર્થ –નીચે સ્પષ્ટ કરેલા પદાર્થો પુણ્યકાંચનની પર મેલ જેવા છે, એ શુદ્ધ જળને ઓળી નાખનારા છે, ચંદ્રમાં કલંક જેવા છે, માટે તેમને ઓળખી કાઢવા. એ આખું લીસ્ટ નથી, પણ આગેવાન ડેળનારા એમાં આવી જાય છે, ધમકૃત્ય-આવશ્યક ક્રિયા ચૈત્યવંદનાદિમાં મંદપણું તે શૈથિય. પરના ગુણોને સહન ન કરવા, તે તરફે ઈર્ષ્યા કરવી એ માત્સર્યા. પિતાથી