________________
૧૪૨
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ છે અને તે ઉપરના વિવેચનથી સુજ્ઞ વાંચના લક્ષમાં આવ્યા સિવાય રહ્યું નહિ હેય.
રેગ તથા ભ્રષ્ટતાને મટાડવા ઉપર પ્રમાણે વર્ણન કરી આ ઉચ્છિષ્ટ જલપાનનિષેધ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
સત્યવ્રત-વિરાર.
ફુ શદ્ધ અન્ન-જળને ઉપયોગ કર્યા વિના સત્યવ્રત પાળવું કઠિન છે.
ક કારણકે જે આહાર તે ઓડકાર એટલે એલચી ખાવામાં જ આવી હોય તે તે ઓડકાર આવે છે અને ડુંગળી ખાધી હોય છે તે તે ઓડકાર આવે છે તેથી પવિત્ર અન્ન-જળ વાપરવાની ટેવ પડયા પછી જ સત્યવ્રત પાળવાની ઉત્કંઠા વધે છે માટે “સત્ય” એ ધર્મનું ઉત્તમ કેન્દ્રસ્થાન છે. સત્યહીન પુરૂષનાં એહિક તથા પારાકિક એ બન્ને કાર્યો વિનાશને પામે છે. તેથી સત્ય એ સર્વ ધર્માનુયાયી પુરૂષને સવમાં સરખો મનાતે ઉત્તમ આશ્રય છે ઈયાદિ સત્યસંબંધી બાબત જણાવવા સારૂ આ અધિકાર આરંભ કરવામાં આવે છે.
હજાર અશ્વમેધ યકરતાં સત્ય વધારે ઉત્તમ છે.
કનુષ્ય (૨–૨). अश्वमेधसहस्रं च, सत्यं च तुलनाधृतम् । अश्वमेधसहस्राद्धि, सत्यमेव विवर्धते ॥ १॥
પુરા, કાંટાના એક પલ્લામાં એક હજાર અશ્વમેધ યનું ફળ મૂક્યું હોય અને બીજા પલ્લામાં સત્ય મુકી તળવામાં આવે તે હજાર અશ્વમેધકરતાં સત્યજ વધી જાય છે. ૧.