________________
પરિચ્છેદ. ઉચ્છિષ્ટ જલપાનનિષેધ–અધિકાર.
૧૪૧ પણ કોણ જાણે હાલની સુધરેલી પદ્ધતિને એ સ્વભાવ છે કે જ્યાં સુધી કાયનું દશન પ્રત્યક્ષ થાય નહિ, ત્યાંસુધી તેના કારણના શૈધની દરકાર કરવી નહિ, તે પ્રમાણે કેલેરાના ચાલતા સપાટાથી મનની ગભરામણ વધી કે તેની સાથે પાણી ગાળેલું છે કે, તેનું રાખવાનું પાત્ર સાફ કર્યું છે કે એવી તપાસ થવા માંડી. આવી કાળજી આરોગ્ય અર્થે પણ હંમેશા રાખવી આવશ્યક છે, છતાં આપણી બેદરકારીથી તેનું પરિણામ કેઈક વખત ભયંકર આવે છે. ઘણાઓ કહે છે કે પાણી ગાળીને ન પીધું તેથી શું? એકનું પીધેલું પાણી બીજાએ પીધું તેથી શું? વિગેરે ઉતાવળના પ્રશ્ન કરે છે પણ જરાક ઉંડા ઉતરીને તે જ વિચાર કરે કે ગાળેલું પાણી ન પીવાથી કેટલાકને ગડ ગુમડ ને વાળા વિગેરે થાય છે, તે તમે જાણો છો? એકનું પીધેલું પાણી બીજાએ પીવાથી કેલેરા જેવા ચેપી રોગો થાય છે તે તમે જાણો છો? આવી રીતે ઉંડા ઉતરી વિચાર કરવાથી એવા પ્રશ્ન પૂછનારને પણ તત્કાળ સમાધાન થઈ શકે તેમ છે, પણ ઉંડા ઉતરી સારાસારને વિચાર કરવાની કેને જરૂર છે? મુદ્દાની આજકાલ એજ વાત છે કે, શરીરનું, આબરૂનું, સગાંસંબંધીનું અને દેશનું ગમે તે થાઓ પણ આપણે તે કલદારનું ભજન કરીએ છીએ. કેવી વિપરીત સ્થિતિ આપણું થઈ ગઈ છે? અને આવી સ્થિતિ આપણી ઉન્નતિને કરનારી છે કે અર્ધગતિને? તે વાતને બહુ સૂક્ષમ રીતે શાંતિથી વિચાર કરવાની જરૂર છે.
પીધેલું પાણું પીવાના સંબંધમાં બીજી વાત એ જોવામાં આવે છે કે કેટલેક ઠેકાણે પાણી આરાઉપર માટલી મૂકેલી હોય છે અને તેના ઉપર ટીનનું પ્યાલું ખાસું રંગ ચઢાવેલું હોય છે, કે જે ઉટકવાની પણ મહેનત પડે નહિ, તેવું ગોઠવેલું હોય છે. જેને પાણી પીવું હોય તે એ પ્યાલાને માટલીમાં બોળે ને ત્યાંજ ઉભા ઉભા પીએ. વળી તે પીતાં પીતાં પાણી નીચે માટલીમાં પડે તે પણ ચિંતા નહિ.
એમ દિવસમાં જેટલા મનુષ્ય આવે તે પાણી પીએ. જાણે કૂતરાની ચાટજ જોઈ લે. ચાટમાં ખાવાનું અને પાણી પડેલું હોય છે, તે જે કૂતરું આવે તે પીએ તેવી સ્થિતિ છે, છતાં તેને વિચાર સરખે કરવામાં આવતા નથી કે આવી રીતે પાણું પીવાથી આપણને લાભ છે કે હાનિ. વળી લગ્ન અને મરણના પ્રસંગમાં પાણીની કેડીઓ તથા પવાલાં ભરવામાં આવે છે તેમાંથી તે જેને જોઈએ તે પાણી લે. આ ભ્રષ્ટતાની કંઈ હદ છે? નાતના શુભેચ્છકે શું આવી બાબતો બંદોબસ્ત ન કરે? જમવામાં અનેક સ્વાદિષ્ટ ભેજન હેય, પણ પાણીને આ ગંદવાડ હેય તે કેટલા અનર્થને કરે છે તે વાત પણ સુજ્ઞ જજોએ વિચારવા જેવી છે. એકંદરે આરોગ્યને ઇચ્છનાર પ્રત્યેકે આ પાણી પીવાની બાબતમાં પણ બહુ વિવેકથી વર્તવાની જરૂર