________________
wwwwww
પરિચ્છે. મિષ્ટભાષણ-અધિકાર.
૧૫૩ જેવી રીતે મધુર અક્ષરવાળી વાણું મનુષ્યને ખુશ કરે છે તેવી રીતે પૂર્ણ ચંદ્ર, ઠંડું પાણી, ચંદન અને શીતલ છાયા આનદ ઉત્પન્ન કરી શક્તી નથી. ૫.
પરગુણપ્રશંસા,
ઉપનાતિ. यथा तवेष्टा स्वगुणप्रशंसा, तथा परेषामिति मत्सरोज्झी । तेषामिमां सन्तनु यल्लभेथास्तां नेष्टदानाद्धि विनेष्टलाभः ॥६॥
અધ્યામવરપટ્ટમ. જેવી રીતે તને તારા પિતાના ગુણોની પ્રશંસા વહાલી છે તેવીજ રીતે બીજાઓને પણ પિતાના ગુણની પ્રશંસા વહાલી હોય છે; તેથી મત્સર તજી દઈને તેઓના ગુણની પ્રશંસા સારી રીતે કરવા માંડે જેથી તેને પણ તે મળે (એટલે તારા ગુણેની પણ પ્રશંસા થાય) કારણકે વહાલી વસ્તુ આખ્યાવગર વહાલી વસ્તુ મળતી નથી.
ભાવાર્થ-આપણામાં કાવ્યચાતુર્ય, પ્રામાણિક વ્યવહાર, તપ, દાન, ઉપદેશ દેવાની અદ્દભુત શક્તિ કે એ કઈ પણ સદગુણ કે સદ્દવર્તન હેય તેની આપણું સ્નેહી, સગાં કે અન્ય કઈ પ્રશંસા કરે, તે સાંભળી આપણને આનંદ થાય કે તુરત મદ ચઢે છે, કેટલીકવાર આ બનાવ આડકતરી રીતે બને છે. માયાથી દેખાવ કરવાની ટેવથી આ જીવ તે વખતે બેલે છે કે એમાં કાંઈ નહિ, એને મારી ફરજ હતી વિગેરે, પણ એમાં ઘણી વખત માયા હોય છે. બીજા માણસે ગુણસ્તુતિ કરે એ સાંભળવાની ઈચ્છા થાય, પિતાનું વર્તન બીજાને જણાવવાની ઈચ્છા થાય અને બીજા તેનાં વખાણ કરે તે સાંભળી આનંદ થાય ત્યાં ગુણપ્રાપ્તિને છેડે આવે છે. જેને ગુણઉપર ગુણખાતરજ પ્રેમ હોય છે તે, લેકે શું બેલે છે, શું ધારે છે એની દરકારજ કરતા નથી–એને વિચાર પણ કરતા નથી.
એજ નિયમ પ્રમાણે જ્યારે પોતાના દેષ સાંભળીને ખેદ થાય છે ત્યારે પછી દેષ દૂર કરવાની વિચારણા કે કર્તવ્યનું ભાન રહેતું નથી. એને બીજા માણો શું કહે છે તેતરફ ધ્યાન રહે છે, તેથી ખેલ બગડે છે અને તેને લીધે દો જામી જાય છે, દોષપર સીલ થાય છે અને એને દેષ છોડવા એ પિતાની પ્રિય વસ્તુ છેડવા જેવું થઈ પડે છે અથવા ઘણુવાર દેષને દેષતરીકે ઓળખી શકાતે જ નથી અને દેષ છપાવવાનો પ્રયત્ન થાય છે; કારણકે અમુક વિચાર, ઉચ્ચાર કે આચારતરફ એનું ધ્યાન રહેતું નથી, પણ લેકે તેને માટે શું ધા
૨૦