________________
પરિ છે. પ્રમાણિકતા-અધિકાર.
૧૪૯ ઉપદેશકોએ અવશ્ય સુધરવું. મનુષ્ય માત્ર પોતે કેવા થવું છે તેનો વિચાર કરવો જોઈએ. બીજાઓને શીખામણ દેતાં પહેલાં પોતાનામાં તે ગુણ છે કે કેમ? તેતરફ લક્ષ આપવું જોઈએ. પોતાના તરફ અલક્ષ આપી બીજાઓને લાંબી લાંબી શીખામણ દેનારા આ જગતમાં ઘણા માણસે દષ્ટિએ આવે છે. બીજાઓના દોષે કાઢનાર એમ સમજે છે કે આપણે તે દોષમુક્ત છીએ અને આ પ્રમાણે પિતાના તરફ લક્ષ ન આપવાથી પોતાનામાં ભરાઈ ગયેલા દુર્ગુણે દિવસે દિવસે વૃદ્ધિગત થતા જાય છે અને બીજાઓને શીખામણ આપવા જતાં તેનામાંજ તે દેશે વિદ્યમાન હેવાથી બીજાઓ તેની શીખામણઉપર લક્ષ આપતા નથી.
તમારે જેવા થવું હોય તેવા થવાને માટે તેવા પ્રકારનું એક ચિત્ર મનમાં રચી, પછી તે ચિત્રને અનુકૂળ થવાને માટે તેના ગુણોને પોતાનામાં ધારણ કરવા. જેવા થવું હોય તેવા થવાને માટે જે એક લક્ષ્યસ્થાન પોતે ક૯યું હોય તે લક્ષ્યસ્થાનનું ભાન હમેશાં કાયમ રાખવું અને તેનું કદાપિ વિસ્મરણ કરવું નહિ અને પિતે આ લક્ષ્યસ્થાનરૂપ જ્યાંસુધી ન થાય ત્યાંસુધી તે લક્ષ્યસ્થાનરૂપ થવાને માટે તેના ગુણલક્ષણે પિતાનામાં આવે તેને માટે હંમેશાં પ્રયત્ન કરે. જેમકે આપણે આપણા ગામથી બીજે ગામ જવું હોય છે ત્યારે ઘરમાંથી નીકળતાં પહેલાં તે ગામનું ચિત્ર પ્રથમ આપણા લક્ષમાં આવે છે અને ત્યાં જવાને માટે તે રસ્તે થઈને તે ગામ પહોંચી શકાય તે રસ્તાનું ચિત્ર પણ આપણુ લક્ષમાં લાવવું પડે છે અને આ પ્રમાણે આપણે કપેલા ચિત્રરૂપ ગામમાં પહોંચવાને માટે જે રસ્તે થઈને જઈ શકાય તેમ હોય તે રસ્તેજ પ્રયાણ કરીએ છીએ અને જ્યાં સુધી તે ગામ ન પહોંચીએ ત્યાંસુધી તે ગામનું લક્ષ્યબિંદુ આપણે ભૂલતા નથી અને તે આવતાસુધી અગાડી અને અગાડી રસ્તે કાપ્યા કરીએ છીએ અને જ્યારે તે ગામ પહોંચીએ છીએ ત્યારે જ આપણે આપણું મનમાંથી રસ્તાનું અને ગામનું કપેલું ચિત્ર ભૂલી જઈએ છીએ તેવી જ રીતે આપણે જેવા થવું હોય તેવા આપણે જ્યાં સુધી ન થઈએ ત્યાંસુધી તેવા થવાને માટે આપણે જે પ્રયત્નરૂપી રસ્તાને કાપ જેઈએ તે પ્રયતને ખંત રાખી કર્યા કરે અને ધારેલા ચિત્ર પ્રમાણે આપણે થઈએ ત્યાંસુધી તે પ્રયતને અટકાવે નહિ અને આપણે જેવા થવા ઇચ્છા રાખી હોય તેવા થવું. મનમાં ધાર્યું કે હું ફલાણું જે થવા ઇચ્છું છું અને એવું ઇચ્છીને જ બેસી રહેવાથી ધારેલા ચિત્ર પ્રમાણે થવાને માટે તેવા થતાં સુધી પ્રયતની જરૂર છે અને તે પ્રયલ જે માણસ ધારેલા ચિત્ર પ્રમાણે પોતે
એક ભાગ્યોદય-અંક ૧૧ મે-વર્ષ પહેલું.