________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે.
સપ્તમ કહે કે અમે જીવ મારતા નથી અને અમારે માટે હિંસા પણ થતી નથી તે એ પ્રમાણે કહેવું તે પણ ફેકટ છે. કારણકે જે કઈ માંસ ખાનાર ન હોય તે કસાઈ લેકે બકરા વિગેરેને વધ શામાટે કરે ? એ કારણથી જ ધર્મશાસ્ત્રોમાં પણ એક જીવની પછવાડે આઠ માણસને પાપના ભાગીદાર ગણવામાં આવેલા છે. જેમકે –
अनुमन्ता विशसिता, निहन्ता क्रयविक्रयी ।
संस्कर्ता चोपहर्ता च, खादकश्चेति घातकाः ॥ અર્થ–મારવામાં સલાહકાર, શસ્ત્રવડે મરેલા જીના અવયને અલગ પાડનાર, મારનાર, પૈસા આપી લેનાર તથા વેચનાર, સમારનાર, પકાવનાર, તેમજ ખાનાર–એ બધા ઘાતકી જ કહેવાય છે. આ સ્થળે કેટલાએક માંસાહારી લેકે એ પ્રશ્ન કરે છે કે જે એમ છે તે ફલાહારી પણ ઘાતકીજ કહી શકાય, કેમકે શાસ્ત્રકારોએ વનસ્પતિ વિગેરેમાં પણ જીવ માનેલ છે, છતાં ફલાહારી અને ધમધ માણસે માત્ર માંસાહારી ઉપરજ શામાટે આક્ષેપ કરે છે? એને ઉત્તર એ છે કે સર્વ જીવ પોતપોતાના પુણ્યાનુસાર જેમ જેમ ઉચ્ચ ઉચ્ચ પદવી પ્રાપ્ત કરતા જાય છે, તેમ તેમ તેને વધારે પુણ્યવાન ગણવામાં આવે છે. એ કારણથી જ એનેંદ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય ચઉરિંદ્રિય અને પંચેન્દ્રિય એવા સૃષ્ટિમાં રહેલા સર્વ જીવેના મૂળ પાંચ ભેદ માનવામાં આવેલા છે. એમાં એકેદ્રિય જીવકરતાં બેઈદ્રિય જીવ વધારે પુણ્યવાન હોય છે, તેમજ બેઈદ્રિયથી ઇન્દ્રિય તેઇઢિયથી હિિ પચંદ્રિય એવી રીતે તે તેની
-કાદ્રય-અન ચાંદ્રયથા ચ• •
થાય છે કે – ત્કૃષ્ટ જીવ પેચંદ્રિયને ગણવામાં આવેલા છે. પંચૅટ્રિ--જન પણ ઓછાવત્તા પ્રમાણના પુણ્યવાળા જ હોય છે, અર્થાત તિર્યંચ પંચેંદ્રિય (બકરા-ગાય-ભેંસ વગેરે) માં હાથી વધારે પુણ્યવાળો છે, તેમજ મનુષ્ય વર્ગમાં રાજા, મંડલાધીશ, ચકવરી અને યોગી વધારે પુણ્યશાળી હોવાને લીધે તેઓને મારવાને શાસ્ત્રમાં સખ્ત મનાઈ કરવામાં આવેલ છે. કારણકે યુદ્ધ કરતાં કદાચ રાજા પકડાઈ જાય તે પણ તેને મારવામાં નથી આવતો. એથી એવું સાબીત થાય છે કે, એકેદ્રિયકરતાં બેઇંદ્રિયને મારવામાં અધિક પાપ છે, બેઈદ્રિયકરતાં તેઇદ્રિયને મારવામાં અધિક પાપ છે, એમ વધારે વધારે પુણ્યશાળીને મારવામાં વધારે વધારે પાપ થાય છે. એથી કરીને
જ્યાં સુધી એકેંદ્રિય જીવવડે નિર્વાહ થઈ શકે ત્યાંસુધી પંચેંદ્રિય જીવને માર એ તદ્દન અભ્યજ છે. કે એકેદ્રિયને મારે તે પણ પાપ થવા
જ કારણ છે; પરંતુ ખોરાકીમાટે કઈ બીજો ઉપાય ન હોવાથી (અણછુટકે) તે કાર્ય લાચારીથી કરવું પડે છે, જેથી કરીને જ કેટલાએક ભવ્યજીવ આવા પાપના ભયથી ધનધાન્ય, રાજપાટ વિગેરેને ત્યાગ કરી સાધુ થઈ જાય છે અને (યાવચ્છવ) જીવે ત્યાં સુધી પાણી, અગ્નિ, વનસ્પતિ વિગેરેને