________________
૧૨૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે.
સપ્તમ પ્રકટાવનાર વ્યવહારને હાનિ કરવા ત્રિભુવનમાં કેઈ સમર્થ નથી. એ વિશુદ્ધ પ્રેમને સેવનાર પુરૂષને ત્રિભુવન અધીન છે, તે એક ક્ષુદ્રવ્યવહાર સુખઉપર તેનું સ્વામિત્વ હોય એમાં તે કહેવું જ શું હતું? આવા વિશુદ્ધ પ્રેમવાળા પુરૂષના સંમુખ થતા દુઓની દુષ્ટતા અને શઠેનું શાચ તત્કાળ છૂટી જા
છે. સિંહ તથા વ્યાધ્રાદિ હિંસ પશુઓ પણ મહા પુરૂના નિવાસ પ્રદેશમાં પિતાને હિંસ સ્વભાવ પરિત્યજે છે, એ તમે શ્રવણ નથી કર્યું? અહિંસા સે વનારપ્રતિ અર્થાત્ મન, વાણી તથા કાયાથી ભૂતમાત્રનું હિત ઈચ્છનાર, અને કેઈનું પણ અહિત ન સાધનારપ્રતિ ભૂતમાત્રની વિરબુદ્ધિ છૂટી જાય એ શું યેગશાસ્ત્ર ડિડિમ વગાડીને નથી કહેતું? તે પછી આવી મિથ્ય શંકા શામાટે કરે છે? શઠની પ્રતિ શઠતા વાપરવાથી તમારો વ્યવહાર સુધરે છે તથા તેનું રક્ષણ થાય છે, એમ જે તમે માનતા હે તે તે તમારું માનવું અજ્ઞાનમૂલક છે. વ્યવહારસુખ કે પરમાર્થસુખ–ગમે તે પ્રકારનું સુખચિતિશક્તિમાંથીજ પ્રકટે છે. તેથી કરીને ચિતિશક્તિના નિયમને અનુકૂળ વર્તનાર સર્વદા સુખનેજ અનુભવે છે, એમાં લેશ પણ સંશય નથી.
વ્યવહારમાં જેના તેના ધખા ખાવા, કીડાની પેઠે જેના તેના પગતળે વગર બેલ્વે છંદવું, એ આ ઉપરથી ભાવ ગ્રહણ કરવાનું નથી. તમે શુદ્ધ ચિતિશક્તિ છે, ઉત્કૃષ્ટથી પણ ઉત્કૃષ્ટ છે; તમને છૂંદાવાનું કે ધપા ખાવાનું કાઈ કહેતું નથી. માંકડ કરડે તે તેને પથારીમાંથી પકડીને ફેંકી ન દેવાનું કે મચ્છર કરડે તો તેને કરડવા દેવાનું આમાં કહ્યું નથી. જે કહ્યું છે તે એજ કે માંકડ કરડે તે તેના ઉપર કેાધ કરી ઘણા જેમ તેને ભયસાથે ઘસી નાખે છે કે ગ્યાસલેટમાં નાંખી મારી નાખે છે અથવા મચ્છર કરડે તે તેને ટપલી મારી જેમ ઘણા તેના જીવનને લય કરે છે, તેવી ધવૃત્તિ કે તમારૂં ગમે તેટલું અહિત કરે તે પણ ન કરે. તમારું સ્વરક્ષણ ઉત્તમ પ્રકારે કરે, પરંતુ તેમ કરતાં અન્યના ઉપર દેષ કરી તેને હાનિ કરવા પ્રયત્ન ન કરે. શત્રુપ્રતિ પણ પ્રેમનેજ પ્રવાહ ચલાવે, તેનું શુભ ઈ છે અને તેનું કલ્યાણ કરવું તમારા સ્વાધીનમાં હોય તે જેમ દુરાચારી કુપુત્રનું પણ માતા પ્રેમથી હિત કરે છે અને તેના સર્વ દેષ વિસરી જાય છે, તેમ વિશુદ્ધ પ્રેમથી દુષ્ટનું પણ હિત ઈછા તથા કરે.
ઉપલી ભલામણથી સિદ્ધ થાય છે કે કઈ મનુષ્યને પીડવું નહિ એ વાત તે એક બાજુઉપર રહી પણ કઈ પશુને પણ પીડવું નહિ. કારણકે ઘણાં મનુધ્યનું નિર્વાહનું સાધન પશુના દૂધ-દહીંમાં છે
*પૂર્વના મહર્ષિઓએ એમ નક્કી જાણેલ હોવું જોઈએ કે ખેતીવાડીની અને દેશની તેમજ શરીરસંપત્તિની આબાદીનું કારણ ગાય છે. જોકે ગાયનું
* જૈન પત્ર પુસ્તક ૧૨ મું–અંક ૮ મે.