________________
૧૧૪
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. ૯ સપ્તમ માટે તારીફ કરવા લાગ્યું. તેથી સર્વને પિતાને જીવ વહાલે હેવાથી કોઈ જીવને પજવે નહિ,
જીવદયાથી અમૂલ્ય લાભ, *આ ભરતક્ષેત્રમાં ગજપુરનગરે સુનંદ એ નામે કુલપુત્ર રહે છે. ત્યાં ધર્મવંત પ્રાણી જિનદાસની સાથે તેને મહા પ્રીતિ છે. એકદા તે બન્ને મિત્ર વનમાં ગયા. ત્યાં સુરાચાર્યસમાન ધર્માચાર્યને દેખી નમસ્કાર કર્યો. તેણે ઇયામલ ધમને ઉપદેશ દીધે, તે ઉપદેશ સાંભળી ગુરૂને કહ્યું કે હું માંસભક્ષણનું પચ્ચખાણ તે કરું પણ મારાથી મારે કુલાચાર કેમ મૂકાશે? ગુરૂએ કહ્યું કે ધર્માચાર ખરે સમજ. ધમની વેળાએ કાંઈ આલંબન ન કરવું. તે સાંભળી સુનંદે તરત જીવદયાવ્રત આદર્યું. માંસભક્ષણને નિયમ લીધે. સર્વ જીવ પિતાના આત્માસરખા જાણીને સુખે વ્રત પાળે છે. એમ કરતાં ઘણે કાળ થયે. એકદા દુષ્કાળ પડયે, સર્વત્ર ધાન્ય મેંઘું થયું. તે અવસરે સુનંદની સ્ત્રી કહેવા લાગી કે હે સ્વામી! સ્વકુટુંબ પાળવામાટે માછલાં પકડી લઈ આવે. તેને સુનંદે કહ્યું કે હે ભૂંડી! મારી આગળ એવી વાતજ કરવી નહિ. ગમે તેવું કષ્ટ પ્રાપ્ત થશે. તે પણ હું હિંસા આદરીશ નહિ. તેની સ્ત્રીએ કહ્યું કે તું મહા નિર્દય છે. કુટુંબને કષ્ટ કરવાથી લેકમાં અપયશ થશે. એમ કહી તેને સાથે બળાત્કારથી તેને માછલાં પકડવામાટે લઈ ગયે, ત્યાં જાળ નાખી તેમાં માછલાં આવ્યાં, પણ વ્રત સાચવવા માટે તે પાછાં પાણીમાં નાખી દીધાં. ઘરે ખાલી હાથે આવ્યું. વળી બીજે દિવસે સ્ત્રીની પ્રેરણાથી ગયે, તે દિવસે પણ તેમજ માછલાં મેલી ઘેર આવ્યું. ત્રીજે દિવસે સ્ત્રીની પ્રેરણાથી ગર્યો પણ ત્યાં માછલાં પકડતાં માછલાંની પાંખ ભાંગી, તેથી ત્રાસ પામ્યા. પછી સગાંને કહી અનશન કરી મરણ પામી રાજગૃહી નગરીમાં નરવર્મરાજા રાજ્ય કરે છે, ત્યાં મણીયાર નામે શેઠની સુયશા નામે ભાય તેની કૂખેં આવી સુનંદને જીવ પુત્રપણે ઉત્પન્ન થયે. તેનું દામન્નક એવું નામ પાડયું, તે આઠ વર્ષને થયે, ત્યારે શેઠને ઘેર મહામારીને ઉપદ્રવ થયે, તેથી ઘરના માણસ સવ મરણ પામ્યાં. આયુષ્યને ગે એક દામક જીવતે રહ્યા. રાજાએ તેને ઘેર ચોકી રાખી, દામનક ક્ષુધાતુર થઈ ઘેર ઘેર ભીખ માગવા લાગ્યા. એકદા સાગરપિત નામે વ્યવહારીયાને ત્યાં ભીખ માગવા માટે આવ્ય, એવામાં તે વ્યવહારીયાને ઘેર સાધુ વહોરવા આવ્યા, તેમાં એક વડેરા સામુદ્રિક લક્ષણ જોઈને કહ્યું કે આ ભીખારી આ શેઠના ઘરનો માલીક થશે. એવી રીતની વાણુ સાગરશેઠે ભીંતને અંતરે સાંભળી દુઃખાકાત થઈને વિચાર્યું જે શું મારા ઘરને એ ધણી થશે? તે હવે હું કઈક ઉપાય કરીને એને મારી નખાવું.
* સિન્દર પ્રકરની ટીકા.