________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. સપ્તમ ઉગામેલા હથિયારને જોઈને અત્યન્ત ત્રાસને પામેલા છે ખેદને પામે છે અને કંપવા માંડે છે. કારણકે જગમાં મરણસમાન બીજી કઈ બીક નથી. ૪.
કઈ પ્રકારથી પ્રાણીને પીડા ન કરવી. कण्टकेनापि विद्धस्य, महती वेदना भवेत् ।
चक्रकुन्तासियष्टयायैायमाणस्य किं पुनः॥५॥ એક પ્રાણુ કાંટેથી માત્ર વીંધાણ હેય ત્યાં તેને મહા પીડા થાય છે ત્યારે ચક, ભાલું, તરવાર, લાકડી વિગેરે હથિયારોથી મરણશરણ કરાતા પ્રા. ણીની વેદનાની તે શું વાત કહેવી ? પ.
પ્રાણુને સર્વ સમુદ્ધિકરતાં જીવતર વહાલું છે. दीयेत मार्यमाणस्य, कोटिर्जीवितमेव च ।
धनकोटिं परित्यज्य, जीवो जीवितुमिच्छति ॥ ६ ॥ એક મનુષ્યને વધ કરતાં તેને કેઈ એમ કહે કે –“તને કોડ મહેર આપું કે જીવતર આપું?” આ વાક્ય સાંભળી તે જીવ ક્રેડિ મહેને તજી, જીવવાને ઇચ્છે છે. ૬. વિષ્ટાના મધ્યમાં રહેલ કડાનું જીવન તથા મરણ
ઇન્દ્રતુલ્ય પ્રિયાપિય છે. अमेध्यमध्ये कीट स्य, सुरेन्द्रस्य सुरालये ।
समाना जीविताकासा, तुल्यं मृत्युभयं द्वयोः ॥७॥ વિષ્ટાના મધ્યમાં રહેલા કીડાની અને સ્વર્ગમાં રહેલા ઈન્દ્રની જીવવાસંબન્ધી ઈચ્છા સમાન હોય છે, તેમ તે બન્નેને મરણનું ભય પણ તુલ્ય હેય છે. ૭.
જૈન ધર્મ તે જીવદયાને ઉત્તમ સિદ્ધાન્તના શિખર પર છે એમ સર્વ ધમનુયાયીઓ એકમતે સ્વીકારે છે પણ બ્રાહ્મણધર્મનાં પુસ્તમાં “જીવદયા મનુષ્ય પાળે તે માટે ખુદ વિષ્ણુ ભગવાને કેટલુંક કહ્યું છે કે
जले विष्णुः स्थले विष्णुर्विष्णुः पर्वतमस्तके । ज्वालामालाकुले विष्णुः, सर्व विष्णुमयं जगत् ॥ ८ ॥