________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. -
સપ્તમ
દાન આપ્યાં હેય, દેવતાઓનું પૂજન કર્યું હોય, તપ કર્યું હોય, તીર્થની સેવા કરી હોય, તેમ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય એ બધાં પુણ્યકર્મો પણ જીવને અભયદાન (જીવદયા) ના સોળમા ભાગને પણ યોગ્ય નથી અર્થાત્ જીવાભયદાન સર્વથી હેટું દાન છે. ૧૨.
જુ, માંકડ વિગેરે મુદ્ર જતુઓને પણ ન મારવા.
यूकामत्कुणदंशादीन् , ये जन्तूंस्तुदतस्तनुम् ।
सततं परिरक्षन्ति, ते नराः स्वर्गगामिनः ॥ १३ ॥ જુ, માંકડ, દંશ વિગેરે જે પ્રાણીઓ શરીરને પીડા આપી રહ્યાં છે તેની પણ જે લોકો સદા રક્ષા કરે છે તે પુરૂષ મરણને સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે. ૧૩.
દયાહીનનું સર્વ પ્રકારનું દાન વ્યર્થ છે. सप्तद्वीप सरनं च, दद्यान्मेरुं च कांचनम् ।
यस्य जीवदया नास्ति, सर्वमेतन्निरर्थकम् ।। १४ ॥ જે પુરૂષ સહિત સાત દ્વીપનું તથા સુવર્ણગિરિ એવા મેરૂ પર્વતનું દાન આપે પણ જે તે પુરૂષને દયા ન હોય તે આ સર્વ નિષ્ફળ સમજવું. ૧૪.
દયાહીન મનુષ્યને પુનર્જન્મમાં મળતું તે પાપનું ફળ,
स्वल्पायुर्विकलो रोगी, विचक्षुर्बधिरः खलः।
વામનઃ પામનાર પદો, નાતે સ મ મ | ૨૫ .. જે મનુષ્યમાં જીવદયા નથી તે ભવભવ સ્વલ્પ આયુષવાળે, ખંડિત અંગવાળે, રેગી, અંધ, હેરે, મૂખ, વામન (ટુંકા અંગવાળ), ખસના રેગવાળ, નપુંસક વગેરે થયા કરે છે. ૧૫.
પિતાને થતી પીડાથી અન્યની પીડા જાણી લેવી.
याशी वेदना तीव्रा, स्वशरीरे युधिष्ठिर ।
तादृशी सर्वभूतानामात्मनः सुखमिच्छताम् ॥ १६ ॥ મહાભારતમાં એક મુનિ, રાજા ધર્મને કહે છે કે હે રાજા યુધિષ્ઠિર! મનુષ્યને પિતાના શરીરમાં જેવી તીવ્ર પીડા થાય છે તેવી જ પીડા પિતાના સુખને ઈચ્છતાં એવાં સર્વ ભૂતપ્રાણીમાત્રને થાય છે. ૧૬.