________________
પરિચ્છેદ
દયા-અધિકાર.
यो मां सर्वगतं ज्ञाखा, न च हिंसेत्कदाचन ।
तस्याहं न प्रणश्यामि, स च मे न प्रणश्यति ॥९॥ પાણીમાં વિષ્ણુ (ભગવાન) છે, સ્થળમાં વિષ્ણુ છે, પર્વતેના મસ્તક ઉપર વિષ્ણુ છે, અગ્નિની જ્વાળાઓથી આકુળ એવા પ્રદેશમાં વિષ્ણુ છે અને આખું જગત્ વિબગુમય છે. એમ સર્વ સ્થાનમાં રહેલે મને જાણુને જે પુરૂષ કઈ પણ દિવસ કેઇ પણ પ્રાણીની હિંસા કરતું નથી, તે જીવ પાસેથી હું ખસતો નથી અને તે મારા પાસેથી ખસતું નથી, અર્થાત્ તે જીવ મને અત્યન્ત પ્રિય થાય છે. એમ વિષ્ણુ કહે છે. ૮, ૯. એકને જોઈ બીજીતરફ પિતાની હાંસી વિરોધાભાસ
અલંકારથી જણાવે છે. समस्तास्यवान् दृष्ट्वा, नरान् प्राणिवधोयतान् ।
पगुभ्यच्छिन्नहस्तेभ्यः, कुष्ठिभ्यश्च हसाम्यहम् ॥ १० ॥ જેને હસ્તચરણ વિગેરે સમગ્ર અંગો આબાદ છે છતાં પ્રાણીઓના વધુમાં તૈયાર થઈ રહ્યા છે. આવા મનુષ્યને જોઈને મને લંગડા, કપાઈ ગયેલ હાથવાળા તથા કોઢના રેગવાળા મનુષ્યઉપર હાંસી ઉત્પન્ન થાય છે. અર્થાત્ આ લંગડા વિગેરે મનુષ્યએ પૂર્વજન્મમાં હિંસા કરેલ છે તેનું ફળરૂપ આ અંગભંગાદિ ચિન્હો થયાં છે. તેમ હિંસક મનુષ્યને બીજા જન્મમાં તેવાં ફળ મળશે. ૧૦.
યુધિષ્ટિરપ્રતિ એક યોગીને ઉપદેશ. कपिलानां सहस्राणि, यो द्विजेभ्यः प्रयच्छति ।
एकस्य जीवितं दद्यान्न च तुल्यं युधिष्ठिर ॥ ११ ॥ હે રાજા ધર્મ ! જે મનુષ્ય બ્રાહ્મણોને માટે હજારે કપિલા ગાયનું દાન આપે છે અને એક પુરૂષ એક જીવને જીવિતદાન આપે છે (બચાવે છે) તે બન્નેને સરખું ફળ નથી અથર્ જીવિતદાન આપવાવાળાને ઘણું ફળ મળે છે. ૧૧. દાન વિગેરે પુણ્યકર્મ જીવદયાના સેળમા ભાગને
પણ યોગ્ય નથી. दत्तमिष्टं तपस्तप्तं, तीर्थसेवा तथा श्रुतम् । सर्वेऽप्यभयदानस्य, कलां नाईन्ति षोडशीम् ॥ १२ ॥