________________
પરિચ્છેદ.
દયા-અધિકાર
૧૦૩
દયાપતિ સર્વનું વલણ અનાદિકાળથી આ સૃષ્ટિમાં પ્રાણીમાત્ર નવા નવા જન્મોને ગ્રહણ કરીને જન્મ, જરા, મરણાદિક અસહ્ય દુખથી પીડિત થયા કરે છે. જે તેનું મૂળ કારણ તપાસીએ તે કર્મથી અતિરિક્ત કે બીજે પદાર્થ કારણરૂપ નથી, એટલા માટે તમામ દર્શન (શાસ્ત્ર) કારેએ તે કર્મોને નાશ કરવામાટે શા દ્વારા જેટલા ઉપાયે દર્શાવ્યા છે, તેટલા ઉપાયોપિકી સામાન્ય ધમરૂપ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, નિસ્પૃહત્વ, પોપકાર, દાનશાળા, કન્યાશાળા પશુશાળા, વિધવાશ્રમ, અનાથાશ્રમાદિ તમામ દર્શનવાળાઓને સંમત છે. પરંતુ વિશેષ ધર્મરૂપ શ્વાન સંધ્યાદિ કાર્યોમાં જુદા જુદા મત પ્રવર્તે છે. એટલા માટે જ આ સ્થળે વિશેષ ધર્મની ચર્ચાને અવકાશ આપ્યાવિના માત્ર સામાન્ય ધર્મના સંબંધમાંજ વિવેચન કરવાને લેખકને ઉદેશ છે અને તેમાં પણ તમામ દર્શનવાળાઓને અત્યંત પ્રિય દયાદેવીનું જ પિતાની બુદ્ધિઅનુસાર વર્ણન કરવાની ઈચ્છા છે તેને આક્ષેપ-વિક્ષેપવિના પૂર્ણ કરવાને માટે લેખકની પ્રવૃત્તિ છે. દયાનું સ્વરૂપ લેકવ્યવહાર દ્વારા, અનુભવદ્વારા અને શાસ્ત્રદ્વારા લખવામાં આવશે. તેમાં પ્રથમ લેકવ્યવહારથી જે વિચાર કરવામાં આવે તે એવું જણાય છે કે જગતના સર્વ પ્રાણુઓનાં અંતઃકરણમાં દયાને અવશ્ય સંચાર છે. દષ્ટાંત તરીકે માર્ગમાં ચાલતા કઈ દુર્બળ જીવઉપર કઈ બળવાન જીવ દુઃખ દેવા પ્રયાસ કરે તે અન્ય માણસ મળવાથી દુર્બળને બચાવવા માટે જરૂર પ્રયત્ન કરશે જેવી રીતે કેઈ ચાર રસ્તામાં લુંટફાટ કરતો હોય અને દરેકને કનડતું હોય તે તેનો લાહલ સાંભળતાં તુરતજ લેકે એકઠા થઈને ચારને પકડવાને કેશીષ જરૂર કરશે. એવી જ રીતે કઈ સુમિ જીવને સ્થળ જીવ મારતા હોય તે તેને છોડાવવાને લોકો જરૂર પ્રવૃત્તિ કરશે. અર્થાત નાના પક્ષીને મટું પક્ષી, મોટા પક્ષીને બાજ, બાજને બીલાડી, બીલાડીને કૂતરો, કુતરાને શિકારી માણસે મારતા હોય તો તેને છોડાવવા માણસે જરૂર પ્રયત્ન કરશે. એજ હેતુથી કણજીને (જેને હિંદુ લેક ભગવાન માને છે) પણ કપટને વખતે અન્યાય જોઈને એકવાર તેનાં પણ કૃત્યેની લોકો નિંદા કરવા તત્પર થયા હતા. અર્થાત્ ભારતયુદ્ધના સમયમાં ચક્રવ્યુહ (ચક્રાવા) ની વચમાં જે અભિમન્યુથી કૃષ્ણ કપટ કર્યું હતું તે સાંભળી આજે પણ ભક્ત માણસો તેની નિંદા કરવા તયાર થાય છે. એથી એવું સિદ્ધ થાય છે કે લેકના મનમાં સ્વાભાવિક રીતે જ દયાએ નિવાસ કરેલ છે, પરંતુ ખેદની વાત એ છે કે, જિહા ઇન્દ્રિયની લાલસાથી ફરી ફરીને પણ અકૃત્ય કરે છે અર્થાત્ માંસાહારમાં આસક્ત બની જઈને ધર્મવિનાને થઈ જાય છે. એજ
* જૈનધર્મ પ્રકાશ પુસ્તક ૨૯–અંક પામે.